કોરોના@ઉ.ગુ: મહેસાણામાં 39 કેસ સામે 26 દર્દી સાજા થયાં, પાટણમાં નવા 39 પોઝિટીવ

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબૂ બહાર જતાં આજે મહેસાણા અને પાટણ જીલ્લામાં મળી 78 કેસ નોંધાયા છે. આજે મહેસાણા જીલ્લામાં નવા 39 દર્દી અને પાટણ જીલ્લામાં 39 કેસ નોંધાયા છે. આ તરફ મહેસાણા જીલ્લામાં નવા 26 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટ અને ક્યાંકને ક્યાંક
 
કોરોના@ઉ.ગુ: મહેસાણામાં 39 કેસ સામે 26 દર્દી સાજા થયાં, પાટણમાં નવા 39 પોઝિટીવ

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબૂ બહાર જતાં આજે મહેસાણા અને પાટણ જીલ્લામાં મળી 78 કેસ નોંધાયા છે. આજે મહેસાણા જીલ્લામાં નવા 39 દર્દી અને પાટણ જીલ્લામાં 39 કેસ નોંધાયા છે. આ તરફ મહેસાણા જીલ્લામાં નવા 26 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટ અને ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સાથે માસ્ક નહીં પહેરવાને કારણે દરરોજ ડબલ આંકડામાં નવા કેસો નોંધાઇ રહ્યા છે.

મહેસાણામાં 39 કેસ સામે 26 દર્દી સાજા થયાં

મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો નોંધાઇ રહ્યા છે. આજે મહેસાણા શહેરમાં 13, વિસનગર શહેરમાં 5, ઊંઝા શહેરમાં 3, વિજાપુર અને કડી શહેરમાં 2, મહેસાણા તાલુકાના પાંચોટ(OG)માં 2 અને બળવંતુપરા-પિલુદરામાં 1-1, વિસનગર તાલુકાના પિલુદરા અને ધામણવામાં 1-1, કાંસામાં 2, કડીના સુરજમાં 1, વિજાપુરના વસઇ, કુકરવાડા અને કણભામાં 1-1, જોટાણામાં 1, વડનગરના બામણવામાં 1, બેચરાજીના મોઢેરામાં 1 અને અંબાલામાં 2 મળી જીલ્લામાં નવા 39 કેસ નોંધાયા છે.

પાટણ જીલ્લામાં 39 કેસ સાથે કોરોના વિસ્ફોટ

કોરોના@ઉ.ગુ: મહેસાણામાં 39 કેસ સામે 26 દર્દી સાજા થયાં, પાટણમાં નવા 39 પોઝિટીવ

પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યં હોઇ આજે પણ નવા 39 કેસ સાથે કોરોના વિસ્ફોટ થયો છે. આજે પાટણ શહેમાં 18, ચાણસ્મા શહેર અને ધિણોજમાં 2-2 કેસ, પલાસરમાં 1, સિધ્ધપુર શહેરમાં 3 કેસ, તાલુકાના કનેસરામાં 3 અને ડુંગરીયાસણામાં 1, રાધનપુર શહેરમાં 5, તાલુકાના પોરાણામાં 1, સમી તાલુકાના ગોધાણામાં 2 અને સાંતલપુર તાલુકાના વારાહીમાં 1 મળી જીલ્લામાં નવા 39 કેસ નોંધાયા છે.