કોરોનાનો કહેર: વડોદરામાં નવરાત્રી 2020નું આયોજન નહીં થાય

અટલ સમાચાર, ડેસ્ક વડોદરામાં ગરબા કમિટિએ મહત્તવની જાહેરાત કરી છે કે, આ વખતે શહેરમાં ગરબાનું આયોજન કરવામાં નહીં આવે. આ સાથે ગાંધીનગર કલ્ચર ફોરમ ખાતે પણ ગરબાનું આયોજન નહીં થાય. આ સાથે અમદાવાદ, મોરબી, રાજકોટમાં પણ નવરાત્રીની મઝા ફિક્કી જ રહેશે. વડોદરાની જેમ જ અમદાવાદના મોટા આયોજકોએ નવરાત્રી આયોજન મોકૂફ રાખ્યું હોવાના અહેવાલ મળી રહ્યાં
 
કોરોનાનો કહેર: વડોદરામાં નવરાત્રી 2020નું આયોજન નહીં થાય

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરામાં ગરબા કમિટિએ મહત્તવની જાહેરાત કરી છે કે, આ વખતે શહેરમાં ગરબાનું આયોજન કરવામાં નહીં આવે. આ સાથે ગાંધીનગર કલ્ચર ફોરમ ખાતે પણ ગરબાનું આયોજન નહીં થાય. આ સાથે અમદાવાદ, મોરબી, રાજકોટમાં પણ નવરાત્રીની મઝા ફિક્કી જ રહેશે. વડોદરાની જેમ જ અમદાવાદના મોટા આયોજકોએ નવરાત્રી આયોજન મોકૂફ રાખ્યું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. અમદાવાદના સૌથી મોટું ગરબાનું આયોજન કરતા આયોજકોમાં રાજપથ, કર્ણાવતી, શંકુ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરામાં યુનાઇટેડ વે ગરબા આયોજક દ્વારા આ વર્ષે ગરબા નહીં યોજવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં ગરબાના આયોજન અંગે નીતિન પટેલે જણાવ્યું છે કે નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકાર વિચારી રહી છે અને શક્ય તેટલી છૂટછાટ આપી શકાય તેના વિશે ચર્ચા કરવા તૈયાર છે. ગુજરાતની નવરાત્રિ દેશ દુનિયામાં જાણીતી છે. રાજ્યમાં પણ ખેલૈયા નવરાત્રિ માટે કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યરે સરકાર આ અંગે વિચારણા કરશે. તેમણ કહ્યું કે, ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે.

મોરબીમાં પણ આ વર્ષે જાહેર નવરાત્રી આયોજન નહીં થાય. મોરબીમાં વધતા કોરોનાના કહેરના લીધે ગરબાના કાર્યક્રમો નહિ કરવા સંચાલકોએ નિર્ણય લીધો છે. મોરબીમાં યોજાતા ત્રણ નવરાતી મહોત્સવ કોરોનાના લીધે રદ કરાયા છે. તંત્ર મંજૂરી આપે તો પણ મહોત્સવ નહીં કરવા સ્વૈચ્છીક નિર્ણય લેવાયો છે. મોરબીમાં મોટા આયોજકોએ જણાવ્યું છે કે તંત્ર મંજૂરી આપશે તો પણ આયોજન નહીં થાય. પાટીદાર, ઉમિયા મહોત્સવ અને સંકલ્પ નવરાત્રી મહોત્સવ પણ રદ્દ થયા છે.