હાહાકારઃ કોરોના વાઇરસથી 1770 લોકોના મોત, 2 હજાર નવા કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાઈરસનો પ્રથમ કેસ હુબેઈની રાજધાની વુહાનમાં સામે આવ્યો હતો. માનવામાં આવે છે જંગલી પશુઓના ગેરકાયદેસર બજારના કારણે આ વાઈરસ ફેલાયો છે. પહેલા માનવમાં આવતું હતું કે આ વાઈરસ માત્ર સંક્રમિત પશુઓના સંપર્કમાં આવવાથી ફેલાઈ છે. ત્યાર પછી એ પુષ્ટિ થઈ હતી કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પણ ફેલાઈ છે. ચીનમાં રવિવારે
 
હાહાકારઃ કોરોના વાઇરસથી 1770 લોકોના મોત, 2 હજાર નવા કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાઈરસનો પ્રથમ કેસ હુબેઈની રાજધાની વુહાનમાં સામે આવ્યો હતો. માનવામાં આવે છે જંગલી પશુઓના ગેરકાયદેસર બજારના કારણે આ વાઈરસ ફેલાયો છે. પહેલા માનવમાં આવતું હતું કે આ વાઈરસ માત્ર સંક્રમિત પશુઓના સંપર્કમાં આવવાથી ફેલાઈ છે. ત્યાર પછી એ પુષ્ટિ થઈ હતી કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પણ ફેલાઈ છે.

ચીનમાં રવિવારે 105 લોકોના મોતની સાથે કોરોના વાઈરસમાં મૃત્યુંઆંક 1770 થયો છે. ચીનમાં 2048 નવા કેસ નોંધાયા છે. જેમાંથી હુબેઈમાંથી 1933 કેસ છે. અત્યાર સુધીમાં 70548 પોઝિટિવ કેસ નોંધાય છે. દિલ્હીના છાવલા સેન્ટરમાં માલદીવના સાત નાગરિકો કોરોના વાઈરસની તપાસ પછી તેમના દેશ પરત મોકલાશે. વુહાનથી પરત ફરેલા 406 લોકોનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આઈટીબીટીના પ્રવક્તાએ કહ્યું હતું કે તમામ લોકોના તાજેતરના બ્લડ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. તમામ લોકોને ઘરે પરત ફરવાની પરવાનગી આપવામાં આવશે. સમાચાર એજન્સી સિન્હુઆ મુજબ ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસનો ભોગ બનેલા 10844 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રવિવારે 1425 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

કોરોના વાઈરસની ચપેટમાં ઘણા દેશ આવી ગયા છે. ચીન બહાર ત્રણ મોત થયા છે, જેમાં હોંગકોંગ, જાપાન અને ફિલિપાઈન્સમાં એક એક મોત થયા છે. ફ્રાન્સમાં એક મોત થયું છે પણ તે ચીનનો પ્રવાસી હતો. એક રિપોર્ટ મુજબ કેરળમાં કોરોના વાઈરસથી સંક્રમિત ત્રણેય ભારતીયોને વાઈરસથી મુક્તિ મળી ગઈ છે. ત્રણેય દર્દીઓને સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપી દેવામાં આવી છે.