હાહાકારઃ કોરોના વાઇરસથી 213 ના મોત, ગ્લોબલ ઇમરજન્સી જાહેર

અટલ સમાચાર, ડેસ્ક આખી દુનિયામાં કોરોના વાયરસના સંક્રમણને જોતાં વિશ્વ આરોગ્ય સંસ્થા-World Health Organizatio એ ગ્લોબલ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. આ સાથે જ હવે આખી દુનિયામાં આ વાયરસ સામે લડવા માટે એકસાથે કામ કરવામાં આવશે અને તેનાથી સંક્રમણને રોકવા માટે વૈશ્વિક સ્તર પર રસી તૈયાર કરવાનું કામ થશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
હાહાકારઃ કોરોના વાઇરસથી 213 ના મોત, ગ્લોબલ ઇમરજન્સી જાહેર

અટલ સમાચાર, ડેસ્ક

આખી દુનિયામાં કોરોના વાયરસના સંક્રમણને જોતાં વિશ્વ આરોગ્ય સંસ્થા-World Health Organizatio એ ગ્લોબલ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. આ સાથે જ હવે આખી દુનિયામાં આ વાયરસ સામે લડવા માટે એકસાથે કામ કરવામાં આવશે અને તેનાથી સંક્રમણને રોકવા માટે વૈશ્વિક સ્તર પર રસી તૈયાર કરવાનું કામ થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

WHO એ સત્તાવાર પુષ્ટિ કરતાં કહ્યું કે અત્યાર સુધી ચીનથી નિકળેલા કોરોના વાયરસના લીધે આખી દુનિયામાં લગભગ 10,000 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. આ ઉપરાંત આ મહામારીના લીધે ફક્ત ચીનમાંથી 213 લોકોના મોત થયા છે. WHO આ ભયાનક વાયરસ સામે લડવા માટે જલદીથી જલદી રસી તૈયાર કરવાના કામમાં લાગી ગયું છે. પરંતુ અત્યાર સુધી કોઇપણ લેબમાં આ વાયરસ સામે લડવા માટે કોઇ રસી તૈયાર થઇ શકી નથી.

સંક્રમણના કેસ સાથે સંકળાયેલા એક વિશેષજ્ઞનું કહેવું છે કે ચીનમાં જન્મેલા કોરોના વાયરસથી ચિંતા વ્યાજબી છે. ચીનના સાર્સ વાયરસ વિશે પણ આખી દુનિયાને યોગ્ય જાણકારી ન હતી. સાર્સ ચીનમાં ઝડપથી ફેલાઇ રહ્યો હતો અને નાગરિક સંક્રમિત થઇને મોતને ભેટ્યા હતા. તેમછતાં ચીની અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સંગઠનોથી ચોક્કસ જાણકારી છુપાવી તેના ઓછા કેસ બતાવ્યા હતા. આ ભૂલના લીધે ખતરાનું સાચું અનુમાન ન લગાવી શકાયું અને 17 દેશોમાં હજારો લોકો સાર્સ વાયરસથી સંક્રમિત થયા. જાણકારી છુપાવવાના લીધે યોગ્ય સમયે સાર્સ સામે લડવાની રસી પણ બની શકી ન હતી.