દેશઃ 22 વર્ષીય યુવકને ટીકટોક વીડિયો બનાવવો પડ્યો ભારે કરન્ટ લાગતાં લાશ લડકી

અટલ સમાચાર, ડેસ્ક હરીયાણામાં એક કરૂણ ઘટના સામે આવી છે. ટીકટોક પર વીડિયો બનાવવાનો શોખ એક યુવકને ભારે પડી ગયો. 22 વર્ષીય યુવક TikTok વીડિયો બનાવવા માટે દારૂની બોટલ લઈને રેલવે લાઇનના વીજળીના થાંભલા પર ચઢી ગયો. આ દરમિયાન કરન્ટ લાગવાથી તેનું મોત થઈ ગયું. મૃતક યુવકની લાશ બે કલાક સુધી થાંભલા પર લટકેલી રહી.
 
દેશઃ 22 વર્ષીય યુવકને ટીકટોક વીડિયો બનાવવો પડ્યો ભારે કરન્ટ લાગતાં લાશ લડકી

અટલ સમાચાર, ડેસ્ક

હરીયાણામાં એક કરૂણ ઘટના સામે આવી છે. ટીકટોક પર વીડિયો બનાવવાનો શોખ એક યુવકને ભારે પડી ગયો. 22 વર્ષીય યુવક TikTok વીડિયો બનાવવા માટે દારૂની બોટલ લઈને રેલવે લાઇનના વીજળીના થાંભલા પર ચઢી ગયો. આ દરમિયાન કરન્ટ લાગવાથી તેનું મોત થઈ ગયું. મૃતક યુવકની લાશ બે કલાક સુધી થાંભલા પર લટકેલી રહી. દુર્ઘટના બાદ યુવકના મિત્ર તેને ત્યાં છોડીને ભાગી ગયા. પોલીસે યુવકની લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે પાણીપતની સિવિલ હૉસ્પિટલમાં મોકલી આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હરીયાણાના ધર્મગઢ ગામનો રહેવાસી વિકાસ ઉર્ફે વિક્કી પોતાના મિત્રોની સાથે મતલૌડામાં આઈટીઆઈની પાછળ લગભગ 4 વાગ્યે ટિક-ટૉક પર વીડિયો બનાવી રહ્યો હતો. વિકાસ રેલવે લાઇનની નજીક વીજળીના થાંભલા પર ચઢી ગયો. સારા વીડિયો બનાવવાના ચક્કરમાં તે વધુ ઊંચાઈ પર ચઢી ગયો. હાઈ વોલ્ટેજની લાઇને તેને લગભગ પાંચ ફુટના અંતરથી પોતાની તરફ ખેંચી લીધો. જેના કારણે તે દાઝી ગયો. મિત્રો દુર્ઘટના બાદ ત્યાંથી ફરાર થઈ ગયા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પસાર થઈ રહેલા કોઈ વ્યક્તિએ યુવકને થાંભલે ચોંટેલો જોતા તેની માહિતી મતલૌડા પોલીસને કરી. મતલૌડા પોલીસે મામલાની જાણકારી જીઆરપીને આપી. જીઆરપીના એસઆઈ હવા સિંહે રેલવેના ઉચ્ચ અધિકારીઓને મામલની જાણકારી આપી સપ્લાય બંધ કરાવ્યો અને લાશને પાણીપતની જનરલ હૉસ્પિટલમાં લઈ ગયા. પોલીસે વિકાસના મોબાઇલને પોતાના કબજામાં લઈ લીધો. મૃતક વિકાસના પિતા અને કાકાનું પહેલા જ દેહાંત થઈ ગયું હતું. બીજી તરફ એક મોટો ભાઈ ટ્રક ડ્રાઇવર છે જે જેલમાં કેદ છે. તે પોતાની માતાની સાથે ગામમાં રહેતો હતો. તેના પિતરાઈ ભૂપેન્દ્રએ જણાવ્યું કે વિકાસ ધોરણ-12 બાદ ભારતીય સેનામાં ભરતી થવા માટે તૈયારી કરી રહ્યો હતો.