દેશ: રાજ્યસભામાં 3 લેબર બિલ પાસ, ગૃહની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે નવા શ્રમ બિલને બુધવારે રાજ્યસભામાં પાસ કરી દેવામાં આવ્યા છે. નવા શ્રમ કાયદાથી દેશના સંગઠિત તથા અસંગઠિત બંને પ્રકારના શ્રમિકોને અનેક પ્રકારની નવી સુવિધાઓ મળશે. આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, સંસદના ચોમાસું સત્રમાં રાજ્યસભાની કાર્યવાહી 1 ઓક્ટોબર સુધી નિયત કરવામાં
 
દેશ: રાજ્યસભામાં 3 લેબર બિલ પાસ, ગૃહની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે નવા શ્રમ બિલને બુધવારે રાજ્યસભામાં પાસ કરી દેવામાં આવ્યા છે. નવા શ્રમ કાયદાથી દેશના સંગઠિત તથા અસંગઠિત બંને પ્રકારના શ્રમિકોને અનેક પ્રકારની નવી સુવિધાઓ મળશે. આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, સંસદના ચોમાસું સત્રમાં રાજ્યસભાની કાર્યવાહી 1 ઓક્ટોબર સુધી નિયત કરવામાં આવી હતી. પરંતુ કોવિડ-19 મહામારીને ધ્યાને લઈ ગૃહની કાર્યવાહી વહેલા જ સ્થગિત કરી દેવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવા શ્રમ બિલમાં તમામ શ્રમિકોને નિયુક્તિ પત્ર આપવું અનિવાર્ય હશે. તેમના પગારનું ડિજિટલ પેમેન્ટ કરવું પડશે. વર્ષમાં એકવાર તમામ શ્રમિકોનું હેલ્થ ચેકઅપ કરવું પણ અનિવાર્ય કરવામાં આવ્યું છે. બીજી તરફ ઉદ્યમીઓના કારોબારને સરળ બનાવવા માટે પણ અનેક જોગવાઈઓ રાખવાં આવી છે. ભારતીયો વિઝા વગર દુનિયાના આ 16 દેશોમાં ફરી શકે છે, રાજ્યસભામાં સરકારે આપી જાણકારી શ્રમ મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે, વર્તમાન કાયદામાં દુર્ઘટના થવાની સ્થિતિમાં દંડની રકમ પૂરી રીતે સરકારના ખાતામાં જતી હતી, પરંતુ નવા કાયદામાં દંડની રકમ 50 ટકા પીડિતને મળશે.

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પાસ થયા આ ત્રણ શ્રમ બિલ

  • વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ બાબત
  • ઔદ્યોગિક વિષયો સંબંધીત બાબત
  • સામાજિક સુરક્ષા વિષયો બાબત