દેશઃ PM કેર ફંડની મદદથી 50,000 વેન્ટિલેટરની ખરીદી કરાશે

અટલ સમાચાર, ડેસ્ક સમગ્રમાં રોજ કોરોના પોઝિટિવ કેસોનો આંકડો વધતો જઈ રહ્યો છે. ઉપરાંત મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કોરોનાના ક્રિટિકલ દર્દીઓને બચાવવા માટે વેન્ટિલેટર ખૂબ જ જરૂરી હોય છે. દેશમાં વેન્ટિલેટરની જરૂરિયાતને પૂરી પાડવા માટે PM Cares Fundમાંથી 50,000 વેન્ટિલેટર ખરીદવાનો અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજિત 2000 કરોડ રૂપિયાની ફાળવણી વેન્ટિલેટર ખરીદવા
 
દેશઃ PM કેર ફંડની મદદથી 50,000 વેન્ટિલેટરની ખરીદી કરાશે

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્રમાં રોજ કોરોના પોઝિટિવ કેસોનો આંકડો વધતો જઈ રહ્યો છે. ઉપરાંત મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કોરોનાના ક્રિટિકલ દર્દીઓને બચાવવા માટે વેન્ટિલેટર ખૂબ જ જરૂરી હોય છે. દેશમાં વેન્ટિલેટરની જરૂરિયાતને પૂરી પાડવા માટે PM Cares Fundમાંથી 50,000 વેન્ટિલેટર ખરીદવાનો અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજિત 2000 કરોડ રૂપિયાની ફાળવણી વેન્ટિલેટર ખરીદવા માટે કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે, પ્રિન્સટન યુનિવર્સિટીના સેન્ટર ફોર ડિઝાસ્ટર ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસીના સ્ટડી મુજબ ભારત 70 વર્ષમાં કુલ 47,481 વેન્ટિલેટર્સ ખરીદી શક્યું છે, જેમાં સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલ બંનેનો સમાવેશ થાય છે. તેની સામે PM Cares Fundsના માધ્યમથી એક જ પ્રયાસમાં 50,000 વેન્ટિલેટર દેશને મળશે.

CDDEPના સ્ટડીમાં રાજ્ય મુજબ વેન્ટિલેટરની સ્થિતિને રજૂ કરવામાં આવી છે. સરકારી હૉસ્પિટલો પાસે 17,850 અને પ્રાઇવેટ સેક્ટર હૉસ્પિટલો પાસે 29,631 વેન્ટિલેટર્સ છે. તેની સામે દેશને એક જ પ્રયાસમાં 50,000 વેન્ટિલેટર્સ મળતાં કોરોના સામેની લડાઈ વધુ મજબૂતાઈથી લડી શકાશે. CDDEPમાં રાજ્ય મુજબ વેન્ટિલેટર્સના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. તે મુજબ ગુજરાતમાં કુલ 1,622 વેન્ટિલેટર્સ છે. સૌથી વધુ વેન્ટિલેટર્સ 7,035 ઉત્તર પ્રદેશમાં છે. મહારાષ્ટ્રમાં 5,793 અને કર્ણાટકમાં 6,553 વેન્ટિલેટર્સની સુવિધા ઉપલબ્ધ છે. સૌથી ઓછા વેન્ટિલેટર્સ 11 લક્ષ્યદ્વીપમાં છે.