દેશઃ વાયુસેનાની શક્તિમાં થશે વધારો, 30થી વધુ લડાકૂ વિમાનની ખરીદી થશે

અટલ સમાચાર, ડેસ્ક ચીનની સાથે વધતા સરહદ વિવાદ વચ્ચે ભારતે રૂસ પાસેથી 30થી વધુ લડાકૂ વિમાન ખરીદવાની યોજના બનાવી છે. રૂસ જલદી આ વિમાનોની ડિલેવરી કરવા માટે તૈયાર થઈ ગયું છે. તેમાં 12 સુખાઈ અને 21 મિગ (MiG-29s વિમાન સામેલ છે. આ વિમાનોને ભારતીય બેડામાં સામેલ કર્યા બાદ વાયુસેનાની શક્તિમાં વધારો થશે. અટલ સમાચાર આપના
 
દેશઃ વાયુસેનાની શક્તિમાં થશે વધારો, 30થી વધુ લડાકૂ વિમાનની ખરીદી થશે

અટલ સમાચાર, ડેસ્ક

ચીનની સાથે વધતા સરહદ વિવાદ વચ્ચે ભારતે રૂસ પાસેથી 30થી વધુ લડાકૂ વિમાન ખરીદવાની યોજના બનાવી છે. રૂસ જલદી આ વિમાનોની ડિલેવરી કરવા માટે તૈયાર થઈ ગયું છે. તેમાં 12 સુખાઈ અને 21 મિગ (MiG-29s વિમાન સામેલ છે. આ વિમાનોને ભારતીય બેડામાં સામેલ કર્યા બાદ વાયુસેનાની શક્તિમાં વધારો થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

IAFને 1985માં પોતાનું પ્રથમ મિગ-29 વિમાન મળ્યુ હતુ અને આધિનિકિકરણ બાદ મિગ-29ની લડાકૂ ક્ષમતામાં વધારો થશે. આધુનિકીકરણ બાદ મિગ-29 એક તરફથી ચોથી પેઢીના લડાકૂ વિમાનમાં સામેલ થઈ જશે. આ રૂસની સાથે-સાથે વિદેશી હથિયારોને લઈ જવામાં સક્ષમ હશે. ખુબ ઝડપથી તે એરિયલ ટાર્ગેટને ટ્રેક કરી શકશે. એટલું જ નહીં વિમાન heat-contrasting air objects ને ટ્રે કરીને તેના પર છુપાયને હુમલો કરવામાં પણ સક્ષમ હશે, તે પણ રડારના ઉપયોગ વગર. આધુનિક સામગ્રી અને ટેકનિકને કારણે મિગ-29ના જીવનકાળમાં પણ વધારો થશે.

IAFને Su-30MKI પ્રદાન કરતા પહેલા કરાર પર 30 નવેમ્બર 1996ના સહી થઈ હતી. ત્યારબાદ 32 અન્ય વિમાનો પર વાત થઈ, જે 2002-2004માં બનાવવામાં આવ્યા હતા. સુખોઈ વિમાન જલદી ભારતીય વાયુસેનાના બેડાનું મુખ્ય અંગ બની ગયું હતું. વિમાનના પ્રદર્શનથી સંતુષ્ટ થયા બાદ ભારતીય રક્ષા મંત્રાલયે નવા વિમાનોનો ઓર્ડર આપ્યો હતો. ડિસેમ્બર 2004માં બંન્ને પક્ષોએ ભારતના HALમાં Su-30MKI ના લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદનના એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.