દેશ: ટ્રમ્પની મુલાકાતમાં કોંગ્રેસની ભુમિકા ટાળી, કાર્યક્રમ સરકારી કે પ્રાઇવેટ ?

અટલ સમાચાર,ડેસ્ક આજે ગુજરાતના પ્રવાસે આવતા અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના માનમાં સરકાર દ્રારા મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિરોધપક્ષના બહુ ઓછા નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. સરકારે આમંત્રણો આપવામાં પ્રોટોકોલ, રાજકીય વિચારોને વધુ મહત્વ આપ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ સોનિયા ગાંધી અને પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહને પણ રવિવાર સાંજ
 
દેશ: ટ્રમ્પની મુલાકાતમાં કોંગ્રેસની ભુમિકા ટાળી, કાર્યક્રમ સરકારી કે પ્રાઇવેટ ?

અટલ સમાચાર,ડેસ્ક

આજે ગુજરાતના પ્રવાસે આવતા અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના માનમાં સરકાર દ્રારા મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિરોધપક્ષના બહુ ઓછા નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. સરકારે આમંત્રણો આપવામાં પ્રોટોકોલ, રાજકીય વિચારોને વધુ મહત્વ આપ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ સોનિયા ગાંધી અને પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહને પણ રવિવાર સાંજ સુધી આમંત્રણ આપવામાં આવ્યુ નથી. જોકે હાલ આ મામલે સરકાર દ્રારા ટ્રમ્પની મુલાકાતમાં કોંગ્રેસની ભુમિકા ટાળવામાં આવી રહી છે. જેથી કાર્યક્રમ સરકારી કે પ્રાઇવેટ તેને લઇ સવાલો ઉઠી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદ દ્રારા રાષ્ટ્ર્રપતિ ભવન ખાતે આયોજિત ડિનરમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ અને કોંગ્રેસના ગૃહના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ અપાયા છે. જોકે સોનિયા ગાંધી સહિતના તમામ વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓને બાકાત રખાયા છે તેમ પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને પણ રવિવારે સાંજ સુધી આમંત્રીત કરવામાં આવ્યા ન હતા. કોંગ્રેસના નેતાઓએ નિર્દેશ કર્યેા હતો કે, સોનિયાને આમંત્રણ મળ્યું ન હોવાથી તેના વિરોધમાં અધીર રંજન ચૌધરીએ ડિનરથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. અમેરિકન પ્રેસિડન્ટના માનમાં યોજાયેલા ડિનરનો કોંગ્રેસ બહિષ્કાર કરતી નથી એ દર્શાવવા માટે ગુલામ નબી આઝાદ કદાચ આ પ્રસંગમાં હાજરી આપી શકે છે.

દેશ: ટ્રમ્પની મુલાકાતમાં કોંગ્રેસની ભુમિકા ટાળી, કાર્યક્રમ સરકારી કે પ્રાઇવેટ ?

સમગ્ર મામલે એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ જણાવ્યું હતું કે, આવા પ્રકારના પ્રસંગોએ આપવામાં આવતાં આમંત્રણ હંમેશા સરકારના વિશેષાધિકાર દર્શાવે છે. હાલની સરકાર લોકશાહી પ્રણાલીને વળગી રહે તેવી અમે અપેક્ષા રાખતા નથી. પ્રેસિડન્ટ ટ્રમ્પ અને કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ વચ્ચે પણ કોઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું નથી. ઓબામાની ભારત મુલાકાત સમયે તેઓ સોનિયા ગાંધીની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળને મળ્યા હતા.