દેશઃ કેબિનેટ બેઠકમાં સહકારી બેંકને લઈ મોટો નિર્ણય, ગ્રાહકોને થશે ફાયદો

અટલ સમાચાર, ડેસ્ક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેબિનેટની બેઠક યોજાઇ હતી. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, આજે અંતરિક્ષ વિજ્ઞાન અને બેંકોને લઈને મોટા સુધારના અધ્યાદેશને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારી બેંક (અર્બન કો-ઓપરેટિવ બેંકહોય કે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક) રિઝર્વ બેંકના સુપર વિઝન પાવરમાં આવી જશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
દેશઃ કેબિનેટ બેઠકમાં સહકારી બેંકને લઈ મોટો નિર્ણય, ગ્રાહકોને થશે ફાયદો

અટલ સમાચાર, ડેસ્ક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેબિનેટની બેઠક યોજાઇ હતી. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, આજે અંતરિક્ષ વિજ્ઞાન અને બેંકોને લઈને મોટા સુધારના અધ્યાદેશને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારી બેંક (અર્બન કો-ઓપરેટિવ બેંકહોય કે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક) રિઝર્વ બેંકના સુપર વિઝન પાવરમાં આવી જશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, આરબીઆઈના સુપરવિઝનમાં 1540 સહકારી બેંકને લાવવાના નિર્ણયથી તેના ખાતાધારકોને ફાયદો મળશે. આ બેન્કોમાં 8.6 કરોડથી ગ્રાહકોને આશ્વાશન મળશે કે બેંકમાં જમા 4.84 લાખ કરોડ રૂપિયા સુરક્ષિત રહેશે. કેબિનેટની બેઠકમાં પશુધન વિકાસ માટે 15000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી દૂધનું ઉત્પાદન પણ વધશે અને લાખો લોકોને રોજગાર મળશે.

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રોમાં ખુબ મોટા સુધાર કરવામાં આવ્યા છે. આજ સુધી આપણે અંતરિક્ષમાં સારો વિકાસ કર્યો છે, હવે તે એક રીતે બધાના ઉપયોગ માટે ખોલવામાં આવી રહ્યાં છે. કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય કેબિનેટે અન્ય પછાત વર્ગની અંદર ઉપ-વર્ગીકરણના મુદ્દાની તપાસ માટે રચેલા આયોગનો કાર્યકાળ વધુ છ મહિના એટલે કે 31 જાન્યુઆરી 2021 સુધી વધારવાની મંજૂરી આપી દીધી છે.