વેપાર@દેશ: સતત 7માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના કાળના લોકડાઉન બાદ સરકાર અને ઓઈલ કંપનીઓએ ઈંધણના ભાવોમાં સતત વધારા સાથે એકસાઈઝ ડયુટી નાખી લોકોને આર્થિક બોજનો ડામ આપ્યો છે. છેલ્લા 7 દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થતા ઈંધણના ભાવમાં વૃદ્ધિ યથાવત રહી છે. આજે 10 પૈસા પેટ્રોલ અને 23 પૈસા ડીઝલ મોંઘુ થયું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
વેપાર@દેશ: સતત 7માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના કાળના લોકડાઉન બાદ સરકાર અને ઓઈલ કંપનીઓએ ઈંધણના ભાવોમાં સતત વધારા સાથે એકસાઈઝ ડયુટી નાખી લોકોને આર્થિક બોજનો ડામ આપ્યો છે. છેલ્લા 7 દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થતા ઈંધણના ભાવમાં વૃદ્ધિ યથાવત રહી છે. આજે 10 પૈસા પેટ્રોલ અને 23 પૈસા ડીઝલ મોંઘુ થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં આજે 20થી22 ડીઝલ અને 10થી11 પૈસા પેટ્રોલ મોંઘુ થયુ છે. રાજકોટ શહેરમાં 10 પૈસાના વધારો સાથે રૂા.78.91 પેટ્રોલ અને 23 પૈસાના વધારા સાથે રૂા.76.89 ડીઝલ વેચાણમાં છે. આજે દિલ્હીમાં રૂા.71.62 ડીઝલ, રૂા.81.70 પેટ્રોલ, કલકતા રૂા.75.19 ડીઝલ, રૂા.83.26 પેટ્રોલ, મુંબઈ રૂા.78.12 ડીઝલ, રૂા.88.40 પેટ્રોલ વેચાણમાં છે. છેલ્લા 7 દિવસમાં 47 પૈસા પેટ્રોલ અને રૂા.1.73 ડીઝલ મોંઘુ થયુ છે. બેરોજગારી અને મોંઘવારી સમયમાં સરકાર અને ઓઈલ કંપનીઓએ આમ જનતા માથે આર્થિક બોજમાં વધારો કર્યો છે.