દેશઃ તિરૂપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુઓએ રૂ.50 કરોડ જૂની નોટો દાન કરી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે નોટબંધીને આ વર્ષે નવેમ્બર મહિનામાં ચાર વર્ષ પૂરા થઈ જશે પરંતુ હજુ પણ દેશના અનેક હિસ્સાઓમાં મોટી સંખ્યામાં જૂની 500 અને 1000ની નોટોનો જથ્થો મળી આવતો હોય છે. આંધ્ર પ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિર પણ કંઈક આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. મૂળે, તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શને
 
દેશઃ તિરૂપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુઓએ રૂ.50 કરોડ જૂની નોટો દાન કરી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે નોટબંધીને આ વર્ષે નવેમ્બર મહિનામાં ચાર વર્ષ પૂરા થઈ જશે પરંતુ હજુ પણ દેશના અનેક હિસ્સાઓમાં મોટી સંખ્યામાં જૂની 500 અને 1000ની નોટોનો જથ્થો મળી આવતો હોય છે. આંધ્ર પ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિર પણ કંઈક આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. મૂળે, તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શને આવતા શ્રદ્ધાળુઓથી પાસેથી ચઢાવા રૂપે મળેલા 50 કરોડ રૂપિયા નોટબંધી બાદ ઝીરોને બરાબર થઈ ગયા છે. હવે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે તેઓ આ નોટોને બદલે નવી નોટ ઉપલબ્ધ કરાવે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સંદર્ભમાં મંગળવારે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના અધ્યક્ષ વાઇવી સુબ્બા રેડ્ડીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી અને 50 કરોડની જૂની કરન્સીને બેન્કમાં જમા કરાવવાની મંજૂરી માંગી. સાથોસાથ વાઇવી સુબ્બા રેડ્ડીએ વિશેષ સુરક્ષા દળ, GSTમાં છૂટની માંગ કરી છે.

દેશઃ તિરૂપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુઓએ રૂ.50 કરોડ જૂની નોટો દાન કરી
જાહેરાત

નોંધનીય છે કે, 16 નવેમ્બર 2016ની રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતાં નોટબંધીની જાહેરાત કરી હતી. 16 નવેમ્બરની રાત્રે 12 વાગ્યાથી દેશભરમાં 1000 અને 500 રૂપિયાની જૂની નોટોને પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન 16 નવેમ્બર બાદ પણ તિરુપતિ મંદિરમાં ભક્ત જૂની નોટો જ દાન કરતા રહ્યા, તેના પરિણામ સ્વરૂપે મંદિરના દાન પાત્રોમાં 1000 રૂપિયાની 1.8 લાખ નોટ મળી જેનું મૂલ્ય 18 કરોડ રૂપિયા હતું. બીજી તરફ 500 રૂપિયાની પણ 6.34 લાખ જૂની નોટ મળી જેનું મૂલ્ય 31.7 કરોડ રૂપિયા હતું. એટલે કે આવી જૂની નોટોનું કુલ મૂલ્ય લગભગ 50 કરોડ રૂપિયા હતું.