દેશ: પ્રખ્યાત તેલુગુ ફિલ્મ અભિનેતા જયપ્રકાશ રેડ્ડીનું હાર્ટ એટેકથી અવસાન

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે પ્રખ્યાત તેલુગુ ફિલ્મ અભિનેતા જયપ્રકાશ રેડ્ડી (74)નું મંગળવારે સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે આંધ્રપ્રદેશના ગુંટુરમાં હતા. જયપ્રકાશ તેની કોમેડી ભૂમિકા માટે જાણીતો છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘બ્રહ્મપુત્રુદુ’ થી કરી હતી. જયપ્રકાશે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો જેમાં પ્રેમિંચુકુંડમ રા, જયમ મંદેરા, સમરસિંહા રેડ્ડી, ચેન્નઇકેશવરેડ્ડી, છત્રપતિ, ગબરસિંગ,
 
દેશ: પ્રખ્યાત તેલુગુ ફિલ્મ અભિનેતા જયપ્રકાશ રેડ્ડીનું હાર્ટ એટેકથી અવસાન

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે પ્રખ્યાત તેલુગુ ફિલ્મ અભિનેતા જયપ્રકાશ રેડ્ડી (74)નું મંગળવારે સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે આંધ્રપ્રદેશના ગુંટુરમાં હતા. જયપ્રકાશ તેની કોમેડી ભૂમિકા માટે જાણીતો છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘બ્રહ્મપુત્રુદુ’ થી કરી હતી. જયપ્રકાશે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો જેમાં પ્રેમિંચુકુંડમ રા, જયમ મંદેરા, સમરસિંહા રેડ્ડી, ચેન્નઇકેશવરેડ્ડી, છત્રપતિ, ગબરસિંગ, સીતય્યા, નાયક, રેસુગુરરામ, મનમ, ટેમ્પર હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જયપ્રકાશના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું, ‘તેલુગુ સિનેમા અને થિયેટરએ જયપ્રકાશ રેડ્ડીના રૂપમાં હીરો ગુમાવ્યાં. ઘણા દાયકાઓ સુધી તેમણે વિવિધ યાદગાર પાત્રો ભજવ્યાં. હું તેના પરિવાર અને મિત્રો પ્રત્યે દુઃખ વ્યક્ત કરું છું. જયપ્રકાશે પ્રેમિંચુકુંડમ રા, જયમ મંદેરા, સમરસિંહા રેડ્ડી, ચેન્નઇકેશવરેડ્ડી, છત્રપતિ, ગબરસિંગ, સીતય્યા, નાયક, રેસુગુરરામ, મનમ, ટેમ્પર જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.