દેશઃ ગાંધી પરિવારને SPG હટાવ્યાં બાદ કઇ સુરક્ષા આપવામાં આવી જાણો

અટલ સમાચાર, ડેસ્ક પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદથી સમગ્ર ગાંધી પરિવારને અત્યાર સુધી દેશ અને વિદેશમાં એસપીજી સુરક્ષા કવચ ઉપલબ્ધ હતુ. પરંતુ ગૃહ મંત્રાલયે નિર્ણય બદલીને સુરક્ષા કવચ હટાવવાનો નિર્ણય લીધો હતો. આ અગાઉ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટાવી દેવાઇ હતી. કોંગ્રેસના વરીષ્ઠ નેતા રાહુલ અને સોનિયા ગાંધી સહીતના ગાંધી પરિવારને જે
 
દેશઃ ગાંધી પરિવારને SPG હટાવ્યાં બાદ કઇ સુરક્ષા આપવામાં આવી જાણો

અટલ સમાચાર, ડેસ્ક

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદથી સમગ્ર ગાંધી પરિવારને અત્યાર સુધી દેશ અને વિદેશમાં એસપીજી સુરક્ષા કવચ ઉપલબ્ધ હતુ. પરંતુ ગૃહ મંત્રાલયે નિર્ણય બદલીને સુરક્ષા કવચ હટાવવાનો નિર્ણય લીધો હતો. આ અગાઉ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટાવી દેવાઇ હતી.

કોંગ્રેસના વરીષ્ઠ નેતા રાહુલ અને સોનિયા ગાંધી સહીતના ગાંધી પરિવારને જે એસપીજી સુરક્ષા આપવામાં આવી હતી તેને સરકારે હટાવી લીધી છે અને હવે સીઆરપીએફને આ પરિવારની સુરક્ષાની જવાબદારી સોપવામાં આવી છે. સોનિયા ગાંધીની સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર બાદ તેમને 10 વર્ષ જુની ટાટા સફારી પુરી પાડવામાં આવી છે. કોંગ્રેસે ગઈકાલે સંસદમાં આ મુદ્દો ઉઠાવીને પ્રધાનમંત્રી મોદી સમક્ષ જવાબની માંગ કરી હતી. આ ઉપરાંત યુથ કોંગ્રેસે પણ આ મુદ્દે સાંસદ ઘેરવાની ચીમકી આપી હતી. રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીને પણ ટાટા સફારી ગાડી ફાળવવામાં આવી છે.

ગૃહ મંત્રાલયની બેઠકમાં ગાંધી પરિવારની સુરક્ષાની સમિક્ષા કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે ગાંધી પરિવારને હાલમાં કોઇ ખતરો નથી. એસપીજી સુરક્ષા અને ઝેડ પ્લસ સુરક્ષામાં ઘણું જ અંતર છે. એસપીજી સૌથી ઊંચા સ્તરની સુરક્ષા વ્યવસ્થા છે. જેમાં હાજર કમાન્ડો પાસે અત્યાધુનિક હથિયારો અને ઉપકરણો હોય છે. એસપીજી બાદ ઝેડ પ્લસ સૌથી મોટી સુરક્ષા વ્યવસ્થા છે. જેમાં એક વ્યક્તિની પાછળ 36 જવાનો સાથે હોય છે. એસપીજીની રચના એ 2 જૂન 1988માં કરવામાં આવી હતી. જેનું મુખ્યાલય દિલ્હીમાં છે.