દેશઃ ખેડૂતો માટે ખુશીના સમાચાર, આ રાજ્યમાં સરકારે 12,110 કરોડની કૃષિ લોન માફ કરી

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં લાગૂ કરવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે તમિલનાડુ રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. તમિલનાડુ સરકારે શુક્રવારે વિધાનસભામાં 12,110 કરોડ રૂપિયાની કૃષિ લોનને માફ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ કહ્યું કે સહકારી બેંકોમાંથી કૃષિ લોનવાળા 16.43 લાખ ખેડૂતોને સરકારના આ નિર્ણયથી લાભ થશે.
 
દેશઃ ખેડૂતો માટે ખુશીના સમાચાર, આ રાજ્યમાં સરકારે 12,110 કરોડની કૃષિ લોન માફ કરી

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં લાગૂ કરવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે તમિલનાડુ રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. તમિલનાડુ સરકારે શુક્રવારે વિધાનસભામાં 12,110 કરોડ રૂપિયાની કૃષિ લોનને માફ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ કહ્યું કે સહકારી બેંકોમાંથી કૃષિ લોનવાળા 16.43 લાખ ખેડૂતોને સરકારના આ નિર્ણયથી લાભ થશે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે અને સત્તાધારી સરકાર પોતાની જીત સુનિશ્વિત કરવા માટે ખેડૂતોને ખુશ કરવામાં લાગી ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્ટાલિને કહ્યું કેન્દ્રની ભાજપ સરકાર ત્રણ નવા કૃષિ કાયદાને લઇને આવ્યા છે. જે ખેડૂતોને પ્રભાવિતો કરનાર છે. તેના લીધે આખા દેશમાં ખેડૂત પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો આ વખતે અમે સત્તામાં આવીશું તો અમે આ કાયદાનો ત્યાં સુધી વિરોધ કરીશું જ્યાં સુધી તેને પરત લેવામાં ન આવે. સ્ટાલિને એમ પણ કહ્યું હતું કે ડીએમકેના સત્તામાં આવતાં તમામ કૃષિ લોનને માફ કરવામાં આવશે, તેના માટે ખેડૂત્ની શ્રેણીને જોવામાં નહી આવે. ડીએમકેના આ વાયદાનો જવાબ આપવા માટે મુખ્યમંત્રી પલાનીસ્વામીએ આજે ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી પલાનીસ્વામીએ કહ્યું કે આ યોજના તાત્કાલિક પ્રભાવથી લાગૂ થશે અને તેના માટે જરૂરી નાણાકીય સંસાધન તેમની સરકાર દ્રારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે એઆઇએડીએમકે એકલી એવી પાર્ટી છે જે પોતાના વાયદાને પુરી કરે છે અને નવી કલ્યાણકારી યોજનાઓને રજૂ કરે છે. વિપક્ષી પાર્ટી ડીએમકેની ઉપર નિશાન સાધતાં તેમણે કહ્યું કે તેમણે બે એકર જમીન આપવાનો વાયદો કર્યો હતો, જેને તે ક્યારેય પુરી કરી શકી નથી.