file photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

સરકારે તાજેતરમાં પેન્શનના નિયમોમાં ફેરફાર કર્યો છે. રાષ્ટ્રપતિએ કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ-1972માં સુધારાને આપી મંજૂરી આ પગલાનો લાભ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળના શહીદ જવાનોની વિધવાઓને મળશે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા સુધારા અનુસાર સાત વર્ષથી ઓછા સમયના કાર્યકાળમાં સરકારી કર્મચારીનું મૃત્યુ થશે તો તેના પરિવારના સભ્યો હવે વધારેલા પેન્શન મેળવવા હકદાર બનશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પગલાનો લાભ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળના શહીદ જવાનોની વિધવાઓને મળશે.

સરકારી કર્મચારીનું મૃત્યુ સાત વર્ષથી ઓછા સેવા કાળમાં થતું હતું તો તેના પરિવારજનોને છેલ્લા પગારના 50 ટકાના હિસાબે પેન્શન મળતું હતું, પરંતુ હવે સાત વર્ષથી ઓછા સેવાકાળમાં પણ કર્મચારીના મૃત્યુ પર પરિવારજનોને વધારેલા પેન્શનનો લાભ મળશે. સરકારી નોટિફિકેશન અનુસાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ-1972માં સુધારાને મંજૂરી આપી છે. આ નિયમ કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) બીજા સુધારા નિયમ 1 ઓક્ટોબર, 2019થી લાગુ પડશે.

નોટિફિકેશનમાં જણાવાયું છે કે સેવા કર્મચારી જેમનું મૃત્યુ 1 ઓક્ટોબર, 2019 સુધીમાં 10 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પહેલાં થાય અને તેમણે સતત સાત વર્ષ સુધીનો સેવાકાળ પૂર્ણ કર્યો ન હોય તેવા કર્મચારીઓના પરિવારજનોને 1 ઓક્ટોબર, 201 9થી પેટા નિયમ(3) હેઠળ વધારેલા દરે પેન્શન મળશે. આ માટે ફેમિલી પેન્શન મેળવવાની અન્ય શરતોની પૂર્તતા કરવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code