દેશઃ પુલવામા હુમલાનું કાવતરું કેવી રીતે ઘડાયું? થયો સૌથી મોટો ખુલાસો

અટલ સમાચાર, ડેસ્ક જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા આતંકી હુમલાને હજુ પણ દેશ ભૂલાવી નથી શક્યો. આજે પણ લોકોના મનમાં તે ઘટના તાજી છે જ્યારે આતંકીઓએ વિસ્ફોટકથી ભરેલી ગાડીને સીઆરપીએફના ટ્રક સાથે ટકરાવી દીધી હતી, જેમાં 40 CRPF જવાન શહીદ થઈ ગયા હતા. આ ઘટનાને એક વર્ષથી વધુ સમય પસાર થયા બાદ ખુલાસો
 
દેશઃ પુલવામા હુમલાનું કાવતરું કેવી રીતે ઘડાયું? થયો સૌથી મોટો ખુલાસો

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા આતંકી હુમલાને હજુ પણ દેશ ભૂલાવી નથી શક્યો. આજે પણ લોકોના મનમાં તે ઘટના તાજી છે જ્યારે આતંકીઓએ વિસ્ફોટકથી ભરેલી ગાડીને સીઆરપીએફના ટ્રક સાથે ટકરાવી દીધી હતી, જેમાં 40 CRPF જવાન શહીદ થઈ ગયા હતા. આ ઘટનાને એક વર્ષથી વધુ સમય પસાર થયા બાદ ખુલાસો થયો છે કે આતંકીઓ પાસે આટલી મોટી માત્રામાં વિસ્ફોટક આવ્યા ક્યાંથી. આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટકોની તપાસ કરી રહેલા અધિકારીઓએ ખુલાસો  કર્યો છે કે આતંકીઓએ આ કાવતરાને પૂરા પ્લાનિંગ સાથે અંજામ આપ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પુલવામા હુમલા માટે વિસ્ફોટક સામગ્રી કેવી રીતે મેળવવામાં અeવી તેની જાણકારી આપતા એક કાઉન્ટર ઇમરજન્સી અધિકારીએ જણાવ્યું કે જેશ-એ-મોહમ્મદ કમાન્ડર મુદસ્સિર અહમદ ખાન (11 માર્ચ 2019ના રોજ પિંગલિશમાં એક એન્કાન્ટરમાં ઠાર), ઈસ્લાઇલ ભાઈ ઉર્ફે લમ્બૂ (હાલમાં કાશ્મીરમાં મુખ્ય JeM કમાન્ડર), સમીર અહમદ ડાર (કાશ્મીર ઘાટીમાં જૈશનો બીજો કમાન્ડર) અને શાકિર બશીર માર્ગે (28 ફેબ્રુઆરી 2020ના રોજ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ધરપકડ)એ ખાણોથી અને ખેવ (પુલવામા), ખુન્નમ (શ્રીનગર), ત્રાલ, અવંતીપોરા અને લેથપોરા વિસ્તારોમાં ખડકોને તોડનારી કંપનીમાં ઉપયોગમાં લેવાતી જિલેટિનની સ્ટિક્સને ધીમે-ધીમે ચોરી કરી.

મામલાની તપાસ કરી રહેલા ફોરેન્સિક વિશેષજ્ઞોએ પહેલા જ એ વાતની પુષ્ટિ કરી હતી કે આત્મઘાતી હુમલામાં અમોનિયમ નાઇટ્રેટ, નાઇટ્રોગ્લિસરીન અને RDXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે હુમલાના તરત બાદ NIAએ તમામ પુરાવા એકત્ર કરી લીધા હતા. વિસ્ફોટક સામગ્રી કેવી રીતે એકત્ર કરવામાં આવી હતી અને ડિલીવરીની પાછળ કોણ લોકો હતા, તેની ભાળ મેળવી લેવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે RDX ખૂબ નાની-નામી માત્રામાં પાકિસ્તાનથી ભારત મોકલવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ જૈશના આતંકી ભારતમાં ચૂપચાપ દાખલ થયા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જિલેટિનની સ્ટિક્સ ખુલ્લેઆમ નથી મળતી. તે સ્ટિક્સ સરકાર તરફથી અધિકૃત કંપનીઓ કે પછી સરકારી વિભાગ જેમ કે ભૂવિજ્ઞાન વિભાગને જ આપવામાં આવે છે. જોકે પહેલા પણ તપાસમાં સામે આવી ચૂક્યું છે કે પહાડો/ખડકોને તોડવા માટે ખાણોમાં ઉપયોગમાં લેવામાં આવતા વિસ્ફોટક અપરાધીઅી એન આતંકવાદીઓના હાથોમાં પહોંચી જાય છે.