દેશઃ પત્નીને દરવાજો ખોલવામાં વાર થતાં, DSP પતિએ મારી ગોળી

અટલ સમાચાર, ડેસ્ક પંજાબ પોલીસમાં ‘સિંઘમ’ના નામથી ચર્ચિત ડીએસપી અતુલ સોની પર હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અતુલ સોની પર આરોપ છે કે તેઓએ પોતાની પત્ની સુનિતા સોની પર ગોળી ચલાવીને જીવથી મારવાનો પ્રયાસ કર્યો. આ ઘટના શનિવાર રાતની છે. અતુલ સોની મોડી રાત્રે લગભગ અઢી વાગ્યે એક પાર્ટીથી ઘર
 
દેશઃ પત્નીને દરવાજો ખોલવામાં વાર થતાં, DSP પતિએ મારી ગોળી

અટલ સમાચાર, ડેસ્ક

પંજાબ પોલીસમાં ‘સિંઘમ’ના નામથી ચર્ચિત ડીએસપી અતુલ સોની પર હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અતુલ સોની પર આરોપ છે કે તેઓએ પોતાની પત્ની સુનિતા સોની પર ગોળી ચલાવીને જીવથી મારવાનો પ્રયાસ કર્યો.

આ ઘટના શનિવાર રાતની છે. અતુલ સોની મોડી રાત્રે લગભગ અઢી વાગ્યે એક પાર્ટીથી ઘર પરત ફર્યા હતા. પત્નીએ ઘરનો દરવાજો ઘણી વાર બાદ ખોલ્યો. આ વાતથી ડીએસપી સોની એ હદે નારાજ થઈ ગયા કે તેઓએ પત્ની પર ગોળી ચલાવી દીધી. જોકે, ગોળી તેમની પત્નીને વાગી નહીં. કહેવામાં આવી રહ્યું છે કે ગોળી માથાની ઉપરથી પસાર થઈ ગઈ અને પત્નીનો આબાદ બચાવ થયો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હુમલા બાદ ડીએસપીની પત્નીએ મોહાલીના પોલીસ સ્ટેશન ફેઝ-8માં પતિની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આરોપ છે કે અતુલ સોનીએ ગોળી પોતાની સર્વિસ રિવોલ્વરથી નહીં પરંતુ ગેરકાયદેસર રિવોલ્વરથી છોડી. સોનીની પત્નીએ પંજાબ પોલીસની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને કારતૂસ પણ સોંપી દીધા છે. અતુલ સોની હાલ ફરાર છે.