દેશઃ Indian Navyની વધી તાકાત, બેડામાં સામેલ થયું Made In India જંગી જહાજ

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ સબમરીન રોધી પ્રણાલીથી સજ્જ આ સ્વદેશી આઇએનએસ કરવત્તીને નૌસેનાના બેડામાં સામેલ કરાવ્યું. મેડ ઇન ઈન્ડિયા આઇએનેએસ કવરત્તી યુદ્ધ જહાજને ભારતીય નૌસેનાના સંગઠન ડાયરેક્ટર ઓફ નેવલ ડીઝાઇનએ ડીઝાઇન કર્યું છે. ભારતના આ જંગી જહાજની ખાસ વાત એ છે કે તે કોઈ રડારની પકડમાં નથી આવતું. INS
 
દેશઃ Indian Navyની વધી તાકાત, બેડામાં સામેલ થયું Made In India જંગી જહાજ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ સબમરીન રોધી પ્રણાલીથી સજ્જ આ સ્વદેશી આઇએનએસ કરવત્તીને નૌસેનાના બેડામાં સામેલ કરાવ્યું. મેડ ઇન ઈન્ડિયા આઇએનેએસ કવરત્તી યુદ્ધ જહાજને ભારતીય નૌસેનાના સંગઠન ડાયરેક્ટર ઓફ નેવલ ડીઝાઇનએ ડીઝાઇન કર્યું છે. ભારતના આ જંગી જહાજની ખાસ વાત એ છે કે તે કોઈ રડારની પકડમાં નથી આવતું.

INS Kavarattiનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સે કર્યું છે. આત્મનિર્ભર ભારતની દિશામાં આ એક અગત્યનું પગલું છે. આ યુદ્ધ જહાજ નૌસેનામાં સામેલ થવાથી તેની તાકાતમાં અનેકગણો વધારો થશે. આઇએનએસ કવરત્તીનો 90 ટકા હિસ્સો સ્વદેશ નિર્મિત છે અને નવી ટેકનીકની મદદથી તેની દેખરેખ કરવાની જરૂરિયાત પણ ઓછી રહેશે.

મેડ ઇન ઈન્ડિયા આઇએનએસ કવરત્તી યુદ્ધ જહાજને ભારતીય નૌસેનાના સંગઠન ડાયરેક્ટર ઓફ નેવલ ડીઝાઇનએ ડીઝાઇન કરી છે. તેનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સે કર્યું છે. આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat)ની દિશામાં આ એક અગત્યનું પગલું છે. આ યુદ્ધ જહાજ નૌસેનામાં સામેલ થવાથી તેની તાકાતમાં અનેકગણો વધારો થશે.

INS Kavarattiની લંબાઈ 109 મીટર અને પહોળાઈ 12.8 મીટર છે. તે અત્યાધુનિક હથિયારો, રોકેટ લોન્ચર્સ, એકીકૃત હેલીકોપ્ટર્સ અને સેન્સરથી સજ્જ છે. સબમરીન રોધી ક્ષમતા ઉપરાંત, જહાજને એક વિશ્વસનીય સેલ્ફ ડિફેન્સ ક્ષમતાથી પણ સજ્જ કરવામાં આવી છે અને તે લાંબા અંતરના અભિયાનો માટે સારી મજબૂતી પણ ધરાવે છે. આ યુદ્ધ જહાજમાં 90 ટકા ઉપકરણો ભારતીય છે. તેના સુપરસ્ટ્રક્ચર માટે કાર્બન કમ્પોઝિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારતીય જહાજના નિર્માણના ઈતિહાસમાં મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ યુદ્ધ જહાજ પરમાણુ, રાસાયણિક અને જૈવિક યુદ્ધની સ્થિતિમાં પણ કામ કરશે.