દેશઃ સંઘર્ષ માટે ભારતે લદાખમાં તૈનાત કરી માઉન્ટેન ફોર્સ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક લદાખમાં ભારતે LAC પર સેનાને અલર્ટ કરી દીધી છે. આ દરમિયાન ભારતે 3488 કિલોમીટર લાંબી LAC પર માઉન્ટેન ફોર્સને તૈનાત કરી દીધી છે. આ એ સેનાની ટુકડી છે જે પહાડની ઊંચાઈથી દુશ્મનો પર નજર રાખે છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીનની સેનાને આકરો જવાબ આપવા માટે તેને સરહદ પર તૈનાત કરવામાં
 
દેશઃ સંઘર્ષ માટે ભારતે લદાખમાં તૈનાત કરી માઉન્ટેન ફોર્સ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

લદાખમાં ભારતે LAC પર સેનાને અલર્ટ કરી દીધી છે. આ દરમિયાન ભારતે 3488 કિલોમીટર લાંબી LAC પર માઉન્ટેન ફોર્સને તૈનાત કરી દીધી છે. આ એ સેનાની ટુકડી છે જે પહાડની ઊંચાઈથી દુશ્મનો પર નજર રાખે છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીનની સેનાને આકરો જવાબ આપવા માટે તેને સરહદ પર તૈનાત કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરહદ પર તૈનાત કરવામાં આવેલી માઉન્ટેટ ફોર્સ યુદ્ધમાં માહેર હોય છે. મુશ્કેલ સ્થિતિમાં દુશ્મનોને એ પાઠ ભણાવવામાં માહેર છે. ખાસ કરીને તેને પહાડો પર લડવા માટે સ્પેશલ ટ્રેનિંગ આપવામાં આવે છે. 1999ના કારગિલ યુદ્ધમાં માઉન્ટેન ફોર્સે પાકિસ્તાની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. ચીનના એક્સપર્ટે પણ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે આટલી મજબૂત માઉન્ટેન ફોર્સ ન તો અમેરિકાની પાસે છે અને ન તો રશિયાની પાસે છે. આ તાકાત માત્ર ભારતની પાસે છે.

પૂર્વ આર્મી ચીફે જણાવ્યું કે, માઉન્ટેન ફોર્સનો નિશાનો ઘણો સચોટ હોય છે. આ ફોર્સમાં ઉત્તરાખંડ, લદાખ, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમના સૈનિકોને સ્થાન આપવામાં આવે છે. ચીનના હિસ્સાવાળો વિસ્તાર થોડો સમતલ છે પરંતુ ભારત તરફ સરહદ પર ઘણી મુશ્કેલી ભરેલી પહાડોના ઊંચા શિખરો છે. એવામાં તેની પર આગળ વધવું આર્મી માટે સરળ નથી હોતું. પરંતુ માઉન્ટેન ફોર્સ તેની પર ખૂબ આરામથી નિયંત્રણ કરી શકે છે.