દેશઃ INS વિરાટને 30 વર્ષે ભારતીય નૌસેનાની સેવામાંથી મુક્ત કરાયું

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય નૌસેનામાંથી નિવૃત વિમાનવાહક જહાજ INS ‘વિરાટ’ મુંબઈથી પોતાની છેલ્લી યાત્રા પર રવાના થઈ ચુક્યું છે. તેને હવે ગુજરાતના ભાવનગર સ્થિત અલંગ લાવવામાં આવશે, જ્યાં તેને દુનિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડમાં તોડી દેવામાં આવશે. આશરે 30 વર્ષ ભારતીય નૌસેનાની શાન રહેલા આઇએનએસ વિરાટને છ માર્ચ, 2017ના ભારતીય નેવીની સેવામાંથી મુક્ત કરી
 
દેશઃ INS વિરાટને 30 વર્ષે ભારતીય નૌસેનાની સેવામાંથી મુક્ત કરાયું

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય નૌસેનામાંથી નિવૃત વિમાનવાહક જહાજ INS ‘વિરાટ’ મુંબઈથી પોતાની છેલ્લી યાત્રા પર રવાના થઈ ચુક્યું છે. તેને હવે ગુજરાતના ભાવનગર સ્થિત અલંગ લાવવામાં આવશે, જ્યાં તેને દુનિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડમાં તોડી દેવામાં આવશે.

આશરે 30 વર્ષ ભારતીય નૌસેનાની શાન રહેલા આઇએનએસ વિરાટને છ માર્ચ, 2017ના ભારતીય નેવીની સેવામાંથી મુક્ત કરી દેવામાં આવ્યું હતું. આ જહાજ ભારતની પહેલા બ્રિટનની રોયલ નેવીમાં એચએમએસ હર્મિસના રૂપમાં 25 વર્ષ સુધી પોતાની સેવા આપી ચુક્યું હતું. ત્યારબાદ 1987મા INS વિરાટને ઈન્ડિયન નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આશરે 226 મીટર લાંબા અને 49 મીટર પહોળા આઈએનએસ વિરાટે ભારતીય નૌસેનામાં સામેલ થયા બાદ જુલાઈ 1989મા ઓપરેશન જૂપિટરમાં શ્રીલંકામાં શાંતિ સ્થાપના ઓપરેશનમાં ભાગ લીધો હતો. વર્ષ 2001મા ભારતીય સંસદપર હુમલા બાદ ઓપરેશન પરાક્રમમાં પણ વિરાટની ભૂમિકા રહી હતી. સમુદ્રના આ મહાયોદ્ધાએ દુનિયાના 27 દેશનું ભ્રમણ કર્યું. જેમાં તેણે 1 કરોડ 94 હજાર 215 કિલોમીટરની સફર કરી હતી.

દેશઃ INS વિરાટને 30 વર્ષે ભારતીય નૌસેનાની સેવામાંથી મુક્ત કરાયું
જાહેરાત

આ જહાજ એક નાના શહેર જેવુ હતું. તેના પર લાઇબ્રેરી, જીમ, એટીએમ, ટીવી અને વીડિયો સ્ટૂડિયો, હોસ્પિટલ, દાંતની સારવારનું સેન્ટર અને મીઠા પાણીના ડિસ્ટિલેશન પ્લાન્ટ જેવી સુવિધાઓ હતી. જેટલું ગૌરવશાળી આ જહાજ હતું તેની ગૌરવશાળી તેની વિદાય પણ હતી. નિવૃત થતાં પહેલા 23 જુલાઈ 2016ના વિરાટે પોતાની છેલ્લી યાત્રા મુંબઈથી કોચ્ચિ વચ્ચે કરી હતી.

નૌસેનામાંથી ડિ-કમીશન થતાં પહેલા કોચ્ચિમાં તેના બોયલર, એન્જિન, પ્રોપેલર સહિત બીજી જરૂરી વસ્તુઓ કાઢી લેવામાં આવી હતી. ત્યારબાદ આ જહાજ 4 સપ્ટેમ્બર 2016ના મુંબઈ પહોંચ્યું હતું,જ્યાં 28 ઓક્ટોબર 2016ના તેને ઔપચારિક રીતે ભારતીય નૌસેનામાંથી નિવૃત કરી દેવામાં આવ્યું હતું. આ જંગી જહાજને વિદાય આપવા સમયે તેમાંથી 21 કમાન્ડિંગ ઓફિસર INS વિરાટના DECK પર હાજર હતા. આ જહાજ નિવૃત થતા પહેલા ભારતીય નૌસેનાને આઈએનએસ વિક્રમાદિત્યના રૂપમાં ત્રીજુ વિમાનવાહક જહાજ મળી ચુક્યું હતું.

હિન્દુસ્તાનના પરાક્રમનું પ્રતીક રહેલા આઈએનએસ વિરાટ પર સી હૈરિયર લકાડૂ વિમાન તૈનાત રહેતાહતા. આ જહાજ એન્ટી સબમરીન એરક્રાફ્ટથી પણ લેસ હતું. તેના પર આશરે 1500 નૌસૈનિક દરેક સમયે તૈનાત રહેતા હતા. તેણે દેશના પૂર્વી અને પશ્ચિમી સમુદ્ર વિસ્તારમાં પોતાની સેવા આપી હતી.