દેશઃ કોરોનાના લક્ષણો બાદ કેજરીવાલનો રિપોર્ટ આવ્યો નેગેટિવ

અટલ સમાચાર, ડેસ્ક દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મંગળવારે તેમનો રિપોર્ટ આવ્યા પછી બધાએ રાહત અનુભવી છે. આ પહેલા રવિવારે કેજરીવાલની તબિયત બગડી હતી, અને તેમણે ગળામાં દુખાવાની સમસ્યા સાથે હળવા તાવની ફરિયાદ કરી હતી. જેના પછી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સીએમ કેજરીવાલ પોતે કૉરેન્ટાઈન થયા
 
દેશઃ કોરોનાના લક્ષણો બાદ કેજરીવાલનો રિપોર્ટ આવ્યો નેગેટિવ

અટલ સમાચાર, ડેસ્ક

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મંગળવારે તેમનો રિપોર્ટ આવ્યા પછી બધાએ રાહત અનુભવી છે. આ પહેલા રવિવારે કેજરીવાલની તબિયત બગડી હતી, અને તેમણે ગળામાં દુખાવાની સમસ્યા સાથે હળવા તાવની ફરિયાદ કરી હતી. જેના પછી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સીએમ કેજરીવાલ પોતે કૉરેન્ટાઈન થયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સીએમ એરવિંદ કેજરીવાલનો કોરોના ટેસ્ટ કરવા માટે સેમ્પલ મંગળવારે લેવામાં આવ્યુ હતું. સૂત્રો મુજબ સીએમની તબિયત સ્થિર છે. સોમવારે સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત બગડી હતી તેવી વાત સામે આવી હતી. તેમણે તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેના કારણે તેમણે બપોરે યોજાનાર મિટિંગ પણ રદ કરી હતી. તેમણે પોતાના આઈસોલેટ કરી દીધા હતા. ડૉક્ટરે તેમને COVID-19 ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. જાણકારી મુજબ, સીએમ કેજરીવાલને રવિવારથી હળવા તાવની ફરિયાદ છે.

પરંતુ તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદને લઈને સોમવારે બપોરે થનારી મિટિંગ રદ્દ કરી દીધી હતી. મનીષ સિસોદિયા સંભાળતા હતા કામજણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં ગત 2 દિવસથી ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દિલ્હી સરકારનું કામકાજ સંભાળી રહ્યા હતા. મંગળવારે મનીષ સિસોદિયાએ એલજી સાથે મિટિંગ પછી કહ્યું હતું કે દિલ્હીને 31 જુલાઈ સુધીમાં 80,000 બેડની જરુર પડશે. સિસોદિયાએ કહ્યું હતું કે LG સાહેબે દિલ્હી સરકારનો નિર્ણય પુરી સમીક્ષા કર્યા વગર બદલ્યો છે. સિસોદિયાએ કહ્યુ કે, કેજરીવાલ સરકાર પૂરી તૈયારી કરશે કે દિલ્હીની સાથે આખા દેશના લોકોની પણ દિલ્હીમાં સારવાર થાય.