દેશ: MSMEને 3 લાખ કરોડની ગેરેન્ટી વગરની લોન મળશે: નાણામંત્રી

અટલ સમાચાર,ડેસ્ક દેશની અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવાના હેતુથી વડાપ્રધાન મોદીએ ગઈકાલે લૉકડાઉન 4.0 પહેલાં વિશ્વના પાંચમાં સૌથી મોટા આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર દેશના અર્થતંત્રમાં તમામ તબક્કાઓના ઉત્થાન માટે રૂપિયા 20 લાખ કરોડ ઠાલવશે. આ આર્થિક પેકેજનું પ્રથમ ચરણ આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ પેકેજ જાહે કર્યુ હતું. તેમણે દિલ્હીમાંથી પત્રકારોને
 
દેશ: MSMEને 3 લાખ કરોડની ગેરેન્ટી વગરની લોન મળશે: નાણામંત્રી

અટલ સમાચાર,ડેસ્ક

દેશની અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવાના હેતુથી વડાપ્રધાન મોદીએ ગઈકાલે લૉકડાઉન 4.0 પહેલાં વિશ્વના પાંચમાં સૌથી મોટા આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર દેશના અર્થતંત્રમાં તમામ તબક્કાઓના ઉત્થાન માટે રૂપિયા 20 લાખ કરોડ ઠાલવશે. આ આર્થિક પેકેજનું પ્રથમ ચરણ આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ પેકેજ જાહે કર્યુ હતું. તેમણે દિલ્હીમાંથી પત્રકારોને સંબોધતા જણાવ્યું કે આ પેકેજ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ વડાપ્રધાને આપેલા પાંચ મુખ્ય આધારસ્થંભો પર આધારીત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યનાણા મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, આ આર્થિક પેકેજ જાહેર કરતાં પહેલા નાણામંત્રાલયે સરકાર સાથે તાલમેલ સાધી અને જુદા જુદા મંત્રાલયો સાથે ચર્ચા કરી હતી. મોટા નિર્ણય કરવા માટે મોદીજી જાણીતા છે. 20 લાખ કરોડનું ઐતિહાસિક પેકેજ વડાપ્રધાનજીએ જાહેર કરવામાં આવ્યું છે. અમે પ્રતિદિન અલગ અલગ સેક્ટરની જાહેરાત આપવામાં આવશે. જ્યાં સુધી ભારત આત્મનિર્ભર ન થઈ જાય ત્યા સુધી જાહેરાત કરવામાં આવશે. એમ.એસ. એમ.ઈને 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. આ લૉન ચાર વર્ષ માટે હશે અને તેમાં કોઈ પણ પ્રકારના ગેરેન્ટરની જરૂર નહીં મળે.

સુક્ષ્મ, લઘુ-ગૃહ કુટિર ઉદ્યોગો માટે 20 કરોડ રૂપિયાની લોન. આ લોન જે એમએસએમઈ તણાવમાં છે તેને આપવામાં આવશે. જે મધ્યમ-લઘુ, શુક્ષ્મ ઉદ્યોગ સારૂં પ્રદર્શન કરી રહ્યા છે. તેમના માટે ઇક્વિટીની જાહેરાત કરવામાં આવી છે.એમએસએમઇ માટે, 3 લાખ કરોડની કોલેટરલ ફ્રી ઓટોમેટિક લોન આપવામાં આવશે. આ 4 વર્ષના કાર્યકાળ માટે છે અને 100 ટકા બાંયધરી છે. આ 21 ઓક્ટોબર, 2020 સુધી ચાલશે. તેનો 45 લાખ એકમોને લાભ થશે, જેનાથી તેઓ ફરીથી પ્રવૃત્તિ શરૂ કરી શકશે અને નોકરીની સુરક્ષા કરશે.

20,000 કરોડ રૂપિયા ઇક્વિટી સમસ્યાઓ ધરાવતા તણાવપૂર્ણ એમએસએમઇઓને ગૌણ દેવું દ્વારા કરવામાં આવશે. આ લિક્વિડિટી લાઇનથી 2 લાખ એમએસએમઇ લાભ થશે. તમામ એનપીએ ‘અથવા તાણયુક્ત એમએસએમઇ યોજના માટે પાત્ર છે. સરકાર સીજીટીએમએસઇને રૂ 4,000 કરોડ આપશે, જે તે બેન્કોને આંશિક ગેરંટી પૂરી પાડશે જે તણાવપૂર્ણ એમએસએમઇઓને લાભ આપશે. જે એમએસએમઇ પોતાનો વ્યાપ વધારવા માંગે છે તેના માટે ફંડ્સ, ઓફ ફંડ્સ અંતર્ગત 50,000 કરોડની ઇક્વિટી ઇન્ફ્યૂઝન કરવામાં આવશે.