દેશ: રાજ્યસભાની ચુંટણીમાં ભાજપના ઉમેદવારોના નામ સામે આવ્યાં

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યસભાની ચુંટણીને લઇ ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગણતરીના કલાકો પહેલા ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યસભાની ટીકીટ આપવામાં આવી છે. ચૂંટણી માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાત ભાજપના બે ઉમેદવારો જાહેર કર્યા છે. ગુજરાતમાંથી અભય ભારદ્વાજ અને રમીલા બારાની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી આગામી 26 માર્ચના રોજ
 
દેશ: રાજ્યસભાની ચુંટણીમાં ભાજપના ઉમેદવારોના નામ સામે આવ્યાં

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યસભાની ચુંટણીને લઇ ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગણતરીના કલાકો પહેલા ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યસભાની ટીકીટ આપવામાં આવી છે. ચૂંટણી માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાત ભાજપના બે ઉમેદવારો જાહેર કર્યા છે. ગુજરાતમાંથી અભય ભારદ્વાજ અને રમીલા બારાની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી આગામી 26 માર્ચના રોજ યોજાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાત ભાજપના બે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે રાજકોટના જાણીતા વકીલ અને નેતા નીતિન ભારદ્વાજના ભાઈ અભય ભારદ્વાજ અને સાબરંકાઠાના રમીલા બારાની પસંદગી કરી છે. આજે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થવા દિલ્હી સ્થિત ભાજપની ઓફિસે પહોંચ્યા હતા અને મધ્યપ્રદેશમાં તેમની રાજ્યસભાની ઉમેદવારીની જાહેરાત કરી દેવામાં આવી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે હર્ષ ચૌહાણને ભાજપે મધ્ય પ્રદેશથી પોતાના રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યાં છે.

ભાજપે કયા કયા નામોની ઉમેદવાર તરીકે પસંદગી કરી ?

  • આસામ: ભુવનેશ્વર કાલીતા
  • બિહાર: વિવેક ઠાકુર
  • ગુજરાત: અભય ભારદ્રાજ
  • ગુજરાત: રમીલાબેન બારા
  • ઝારખંડ: દિપક પ્રકાશ
  • મણિપુર: લિએસેંબા મહારાજા
  • મધ્યપ્રદેશ: જ્યોતિરાદિત્ય સિંધિયા
  • મહારાષ્ટ્ર: ઉદયના રાજે ભોંસલો
  • રાજસ્થાન : રાજેન્દ્ર ગેહલોત