દેશઃ ફરી એકવાર રાંધણગેસના ભાવ વધ્યા, પ્રજાને મોંઘવારીનો વધુ બોજ

અટલ સમાચાર, ડેસ્ક મોંઘવારીમાં પીસાતી પ્રજા પર વધુ એક બોજ પડ્યો છે. સતત બીજા મહિને રાંધણ ગેસની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. દેશના ટોચના મહાનગરોમાં સબસીડી વગરનો ગેસ સિલિન્ડર 15 રૂપિયા મોંઘો થયો છે. જેના કારણે દિલ્હીમાં સિલિન્ડરનો ભાવ 605 રૂપિયા થયો છે. મુંબઇમાં 574 રૂપિયા અને ચેન્નઇમાં 620 રૂપિયા થયો છે. મહત્વનું છે કે
 
દેશઃ ફરી એકવાર રાંધણગેસના ભાવ વધ્યા, પ્રજાને મોંઘવારીનો વધુ બોજ

અટલ સમાચાર, ડેસ્ક

મોંઘવારીમાં પીસાતી પ્રજા પર વધુ એક બોજ પડ્યો છે. સતત બીજા મહિને રાંધણ ગેસની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. દેશના ટોચના મહાનગરોમાં સબસીડી વગરનો ગેસ સિલિન્ડર 15 રૂપિયા મોંઘો થયો છે. જેના કારણે દિલ્હીમાં સિલિન્ડરનો ભાવ 605 રૂપિયા થયો છે.

મુંબઇમાં 574 રૂપિયા અને ચેન્નઇમાં 620 રૂપિયા થયો છે. મહત્વનું છે કે સપ્ટેમ્બર મહિનામાં સબસીડી વગરના સિલિન્ડરનો ભાવ 590 રૂપિયા હતો.પરંતુ હવે તેમાં 15 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવતા આમ આદમીને ઝટકો લાગ્યો છે.

દેશઃ ફરી એકવાર રાંધણગેસના ભાવ વધ્યા, પ્રજાને મોંઘવારીનો વધુ બોજ
file photo

સપ્ટેમ્બરમાં દિલ્હીમાં 14.2 કિલોનો સબસિડી વાળો સિલિન્ડર 590 રૂપિયાનો હતો. કલકત્તામાં તેનો ભાવ 616.50 રૂપિયા હતો. સાથે જ મુંબઇ અને ચેન્નઇમાં 14.2 કિલોના સબસિડી વાળા સિલિન્ડરના ભાવ અનુક્રમે 562 અને 606.50 રૂપિયા હતો.

દેશઃ ફરી એકવાર રાંધણગેસના ભાવ વધ્યા, પ્રજાને મોંઘવારીનો વધુ બોજ

ઓગસ્ટમાં સબસિડી વાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 62.50 રૂપિયા ઘટી હતી. ગ્રાહકોને ઓગસ્ટમાં 14.2 કિલોના સબસિડી વાળા ગેસ સિલિન્ડર માટે 574.50 રૂપિયા આપવા પડતા હતા. જ્યારે જુલાઇમાં તેના મેટ 637 રૂપિયા ચુકવવા પડતાં હતાં.