દેશઃ PM મોદીએ ટીમ ઇન્ડિયાની જીત પર અભિનંદન પાઠવ્યા, BCCI 5 કરોડનું દાન આપશે

અટલ સમાચાર, ડેસ્ક ઓસ્ટ્રેલિયામાં જીતથી ટીમ ઇન્ડિયા પર કરોડો રૂપિયાનો વરસાદ થયો છે. બીસીસીઆઈએ 5 કરોડ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે. બીસીસીઆઈ સચિવ જય શાહે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરતા તેમના માટે પાંચ કરોડ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે. બ્રિસબેન ટેસ્ટ જીતીને ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. બ્રિસબેનના મેદાન પર કોઈ
 
દેશઃ PM મોદીએ ટીમ ઇન્ડિયાની જીત પર અભિનંદન પાઠવ્યા, BCCI 5 કરોડનું દાન આપશે

અટલ સમાચાર, ડેસ્ક

ઓસ્ટ્રેલિયામાં જીતથી ટીમ ઇન્ડિયા પર કરોડો રૂપિયાનો વરસાદ થયો છે. બીસીસીઆઈએ 5 કરોડ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે. બીસીસીઆઈ સચિવ જય શાહે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરતા તેમના માટે પાંચ કરોડ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે. બ્રિસબેન ટેસ્ટ જીતીને ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. બ્રિસબેનના મેદાન પર કોઈ ટીમે આટલો મોટો લક્ષ્યાંક મેળવ્યો નથી. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઇન્ડીઝે 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

બ્રિસબેનના મેદાનમાં ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટીમ ઇન્ડિયાએ અભિનંદન આપતા કહ્યું કે મેદાન પર ખેલાડીઓમાં જબરજસ્ત જોશ અને ઝનૂન જોવા મળ્યો. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 2-1થી શ્રેણી જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 3 વિકેટે વિજય મેળવ્યો છે. જીતનો સૌથી મોટો હીરો ઋષભ પંત રહ્યો છે. જેણે 89 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે આપણે બધા ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાની જીતથી ઘણા ઉત્સાહિત છીએ. ટીમના ખેલાડીઓમાં જબરજસ્ત જોશ અને ઉત્સાહ આખી મેચ દરમિયાન જોવા મળ્યો. તેમનો દ્રઢ ઇરાદો, ધૈર્ય અને દ્રઢ સંકલ્પ જોવા લાયક હતો. ટીમને અભિનંદન. તમારા ભવિષ્ય માટે શુભકામનાઓ.