દેશ: કોરોના વાઇરસથી દિલ્હીની પ્રાથમિક શાળાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે

અટલ સમાચાર, ડેસ્ક ચીનથી આવેલો કોરોના વાયરસનો પ્રકોપ હવે દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને દિલ્હીમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આવા સમયે દિલ્હી સરકારે રાજધાનીની બધી પ્રાથમિક સ્કૂલોને બંધ કરવાની જાહેરાત કરી છે. આ સંબંધમાં ડિપ્ટી સીએમ મનીષ સિસોદીયાએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. મનીષ સિસોદીયાના મતે ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને
 
દેશ: કોરોના વાઇરસથી દિલ્હીની પ્રાથમિક શાળાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે

અટલ સમાચાર, ડેસ્ક

ચીનથી આવેલો કોરોના વાયરસનો પ્રકોપ હવે દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને દિલ્હીમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આવા સમયે દિલ્હી સરકારે રાજધાનીની બધી પ્રાથમિક સ્કૂલોને બંધ કરવાની જાહેરાત કરી છે. આ સંબંધમાં ડિપ્ટી સીએમ મનીષ સિસોદીયાએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. મનીષ સિસોદીયાના મતે ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને રોકવા અને સાવધાની રાખતા પ્રાઇમરી સ્કૂલોને બંધ કરવામાં આવી છે. બધી સ્કૂલો 31 માર્ચ સુધી બંધ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પહેલા પણ કોરોનો વાયરસના વધતા ખતરાને જોતા દિલ્હી સરકારે જરુરી પગલા ભર્યા છે. દિલ્હી સરકારની અંડરમાં આવનાર સરકારી ઓફિસમાં બાયોમૈટ્રિક અટેંડેન્સની જરુરત રહેશે નહીં. જેથી બીમારીથી બચાવ કરવામાં આવી શકે. કેન્દ્ર સરકાર પણ આ ખતરાથી નિપટવા માટે તત્પર જોવા મળી રહી છે.

સુત્રોએ જણાવ્ય હતુ કે, બીજી તરફ એનસીઆરમાં વધુ એક કોરોના પોઝિટિવ મામલો સામે આવ્યો છે. જાણકારી પ્રમાણે ગાજિયાબાદમાં કોરોના વાયરસથી પીડિત એક વ્યક્તિની ઓળખ થઈ છે. આધિકારી સૂત્રોના મતે દેશમાં અત્યાર સુધી 30 લોકો આ બીમારીની ચપેટમાં આવી ચૂક્યા છે.