દેશઃ કોરોના વેક્સીનને લઈને પ્રધાનમંત્રી મોદીએ કરી આ મોટી જાહેરાત

અટલ સમાચાર, ડેસ્ક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનને લઈને મોટી જાહેરાત કરી છે. તેઓએ સ્પષ્ટ કહ્યું કે, જ્યારે પણ વેક્સીન આવશે તો દરેક વ્યક્તિને લગાવવામાં આવશે. તેઓએ હાલના સમયે બદલાઈ રહેલ પરિસ્થિતિ છતાં વિશ્વભરમાં ન્યૂ ઈન્ડિયા વિઝનને પણ દેશની સામે રાખ્યું છે. પ્રધાનમંત્રીએ The Economic Times ને એક ઈન્ટરવ્યૂ આપતા જણાવ્યું કે, કેવી રીતે લોકડાઉન
 
દેશઃ કોરોના વેક્સીનને લઈને પ્રધાનમંત્રી મોદીએ કરી આ મોટી જાહેરાત

અટલ સમાચાર, ડેસ્ક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનને લઈને મોટી જાહેરાત કરી છે. તેઓએ સ્પષ્ટ કહ્યું કે, જ્યારે પણ વેક્સીન આવશે તો દરેક વ્યક્તિને લગાવવામાં આવશે. તેઓએ હાલના સમયે બદલાઈ રહેલ પરિસ્થિતિ છતાં વિશ્વભરમાં ન્યૂ ઈન્ડિયા વિઝનને પણ દેશની સામે રાખ્યું છે. પ્રધાનમંત્રીએ The Economic Times ને એક ઈન્ટરવ્યૂ આપતા જણાવ્યું કે, કેવી રીતે લોકડાઉન લોકોનો જીવ બચાવવામાં કારગત નીવડ્યું છે. અર્થવ્યવસ્થા કેવી રીતે તેજીથી પાટા પર આવી ગઈ છે. તેઓએ એમ પણ કહ્યું કે, તેઓ હજી પણ 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યાંકને લઈને આશાવાદી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટીકાકારોને સણસણતો જવાબ આપતા કહ્યું કે, જેઓએ માત્ર સરકારનો દરેક રીતે વિરોધ કરવાનો છે, તેથી કંઈ પણ કરી રહ્યાં છે. વેક્સીન જ્યારે પણ આવશે તો દરેક ભારતવાસીને આપવામાં આવશે. કૃષિ અને શ્રમ વિસ્તારમાં સુધારા પર તેઓએ કહ્યુ કે, હવે ભારત તરફથી વૈશ્વિક ઈન્વેસ્ટર્સ માટે મોટો સંકેત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તેઓને જ્યારે પૂછવામાં આવ્યું કે, ગ્લોબલ સપ્લાય ચેનમાં ચીન (China)નો વિકલ્પ કેવી રીતે બનીશું, તો તેના જવાબમાં તેઓએ કહ્યું કે, આપણો ઉદ્દેશ્ય કોઈ દેશનો વિકલ્પ બનવાનો નથી, પરંતુ એક એવો દેશ બનવાનો છે, જે અદ્વિતીય તક પ્રદાન કરી શકે છે.