દેશઃ RBIનો નિર્ણય, 2000 રૂપિયાથી વધારે Pay કરવા માટે OTP જરૂરી

અટલ સમાચાર, ડેસ્ક ડિજિટલ પેમેન્ટ કરવા માટે હવે તમારે ઓટીપીનો જ ઉપયોગ કરવો પડશે. ભારતીય રિઝર્વ બેન્કએ ડિજિટલ પેમેન્ટ સુરક્ષિત કરવા માટે કેટલાક નિયમો રજૂ કર્યા છે. નિયમ અંતર્ગત 2000 રૂપિયાથી વધારે પેમેન્ટ કરવા માટે ગ્રાહક સત્યાપન માટે માત્ર ઓટીપીનો ઉપયોગ કરી શકશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો આ ગાઈડલાઈનને પેમેન્ટ એગ્રીગેટર
 
દેશઃ RBIનો નિર્ણય, 2000 રૂપિયાથી વધારે Pay કરવા માટે OTP જરૂરી

અટલ સમાચાર, ડેસ્ક

ડિજિટલ પેમેન્ટ કરવા માટે હવે તમારે ઓટીપીનો જ ઉપયોગ કરવો પડશે. ભારતીય રિઝર્વ બેન્કએ ડિજિટલ પેમેન્ટ સુરક્ષિત કરવા માટે કેટલાક નિયમો રજૂ કર્યા છે. નિયમ અંતર્ગત 2000 રૂપિયાથી વધારે પેમેન્ટ કરવા માટે ગ્રાહક સત્યાપન માટે માત્ર ઓટીપીનો ઉપયોગ કરી શકશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ગાઈડલાઈનને પેમેન્ટ એગ્રીગેટર અને પેમેન્ટ ગેટવે માટે રજૂ કરવામાં આવ્યા છે. આનો હેતું છે કે, ડિજિટલ પેમેન્ટ ગ્રાહકો માટે વધારે સુરક્ષિત રાખવા માટે મદદ મળશે. કેન્દ્રી બેન્કે આ નિયમોને એક અધિસૂચનાના માધ્યમથી રજૂ કર્યા છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, પેમેન્ટ એગ્રીગેટરોને હવે ઓનલાઈન ટ્રાન્જેક્શન પૂરું કરવા માટે ગ્રાહકોને એટીએમ પીનનો ઉપયોગનો વિકલ્પ આપવો બંધ કરવો પડશે. આમ એક વ્યક્તિનું એટીએમ પિન એગ્રીગેટર કે પેમેન્ટ ગેટવે માટે ઓનલાઈન ઉપલબ્ધ નહીં થાય. આ પ્રકારે સુરક્ષા વધશે.

આ ઉપરાંત આરબીઆઈએ એવા એગ્રીગેટરોને એ પણ સુનિશ્વિત કરવા માટે કહ્યું છે કે, દરેક રિફંડને પેમેન્ટના મૂળ સ્ત્રોતમાં પરત જમા કરવામાં આવે. ખાસ રીતે ત્યારે જ્યારે ગ્રાહક કોઈ વૈકલ્પિક સ્ત્રોતને ક્રેડિટ કરવા માટે વિશેષ રુપથી સહમિત આપતા નથી.હવે અનેક ઈ કોમર્સ કંપનીઓ અને અનિવાર્ય રૂપથી ડિફોલ્ટ રીતે ગ્રાહકોના ઈ વોલેટમાં રિફંડ કે ક્રેડિટ કરે છે. જેથી ગ્રાહકોને પોતાના બેન્ક ખાતામાં પૈસા પરત મળતા નથી. ATM પિન થકી નહીં થાય પેમેન્ટઃ- આરબીઆઈની અધિસૂચના પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ ઓથેટિંકેશન માટે પેમેન્ટ એગ્રીગેટર એટીએમમ પિન નહીં માંગી શકે. હવે કેટલાક પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટને સપ્તાપિત કરવા માટે પોતાના એટીએમ પિનનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપે છે.