દેશ: RBIએ 20 રૂપિયાનો નવો સિક્કો લોન્ચ કર્યો, આવી છે ડિઝાઇન

અટલ સમાચાર, ડેસ્ક રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયએ તાજેતરમાં જ 20 રૂપિયાનો નક્કો સિક્કો લોન્ચ કર્યો છે. તેની ડિઝાઇનિંગ મુંગેલીના પુત્ર સ્પનિલ સોનીએ કરી છે. નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ (NID)અમદાવાદના વિદ્યાર્થી રહી ચૂકેલા સ્વપ્નિલે આ સિક્કાને ગત વર્ષે ડિઝાઇન કર્યો હતો, જ્યારે RBI એ આ સિક્કાને ડિઝાઇન કરવા માટે એપ્લિકેશન માંગી હતી. દેશભરમાંથી મળેલી એપ્લિકેશનોમાંથી સ્વપ્નિલના
 
દેશ: RBIએ 20 રૂપિયાનો નવો સિક્કો લોન્ચ કર્યો, આવી છે ડિઝાઇન

અટલ સમાચાર, ડેસ્ક

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયએ તાજેતરમાં જ 20 રૂપિયાનો નક્કો સિક્કો લોન્ચ કર્યો છે. તેની ડિઝાઇનિંગ મુંગેલીના પુત્ર સ્પનિલ સોનીએ કરી છે. નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ (NID)અમદાવાદના વિદ્યાર્થી રહી ચૂકેલા સ્વપ્નિલે આ સિક્કાને ગત વર્ષે ડિઝાઇન કર્યો હતો, જ્યારે RBI એ આ સિક્કાને ડિઝાઇન કરવા માટે એપ્લિકેશન માંગી હતી. દેશભરમાંથી મળેલી એપ્લિકેશનોમાંથી સ્વપ્નિલના ડિઝાઇને આરબીઆઇએ સિલેક્ટ કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્વપ્નિલના અનુસાર તેમની ડિઝાઇન કરવામાં આવેલો સિક્કો બાકી સિક્કાથી અલગ છે. તેમાં કૃષિ પ્રધાન ભારતની ઝલક જોવા મળી રહી છે અને 12 ખૂણા છે. સિક્કાની વચ્ચે કોપર અને નિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ પણ છે કે તેને અંધ વ્યક્તિ પણ સરળતાથી ઓળખી શકે છે. સિક્કાના અલગ ભાગ પર અશોક સ્તંભ અને તેની નીચી સત્યમેવ જયતે લખ્યું છે. અશોક સ્તંભની જમણી તરફ ભારત અને ડાબી તરફ ઇન્ડીયા લખ્યું છે. સિક્કાની પાછળના ભાગ પર હિંદી અને અંગ્રેજીમાં 20 રૂપિયા અંકિત કર્યા છે.

સ્વપ્નિલ નેશનલ સ્કૂલ ઓફ ડિઝાઇન અમદાવાદમાં પીજીનો અભ્યાસ કરી રહ્યો છે. ભારત સરકારે જ્યારે સિક્કાની ડિઝાઇનની જવાબદારી ડિઝાઇનિંગ સાથે જોડાયેલી સંસ્થાઓને આપી તો આ સ્પર્ધામાં નેશનલ સ્કૂલ ઓફ ડિઝાઇન અમદાવાદ પણ સામેલ થઇ હતી. આ સંસ્થામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓમાં સ્પર્ધા થઇ તો 20 રૂપિયા માટે છત્તીસગઢના સ્વપ્નિલને આપવામાં આવ્યો કન્સપેટ સિલેક્ટ થયો.