દેશઃ સુરક્ષા એજન્સીઓનું અલર્ટ, TikTok સહિત 50 એપ્સ સામે જોખમ

અટલ સમાચાર, ડેસ્ક કેટલીક મોબાઈલ એપ એવી છે જે તમારા જીવનમાં મનોરંજનનો ભાગ બની ચૂકી છે પણ અજાણતા જ આવી એપ્સ ભારતની આંતરિક સુરક્ષા સામે જોખમ ઊભી કરી રહી છે. ભારતની સુરક્ષા એજન્સીઓએ આ મનોરંજન અને ટાઈમ પાસ માટે ઉપયોગમાં લેવાતી ચીની એપ્સ TikTok, Helo, UC Browser અને Zoom ને દેશ માટે જોખમ ગણાવી છે.
 
દેશઃ સુરક્ષા એજન્સીઓનું અલર્ટ, TikTok સહિત 50 એપ્સ સામે જોખમ

અટલ સમાચાર, ડેસ્ક

કેટલીક મોબાઈલ એપ એવી છે જે તમારા જીવનમાં મનોરંજનનો ભાગ બની ચૂકી છે પણ અજાણતા જ આવી એપ્સ
ભારતની આંતરિક સુરક્ષા સામે જોખમ ઊભી કરી રહી છે. ભારતની સુરક્ષા એજન્સીઓએ આ મનોરંજન અને ટાઈમ પાસ માટે ઉપયોગમાં લેવાતી ચીની એપ્સ TikTok, Helo, UC Browser અને Zoom ને દેશ માટે જોખમ ગણાવી છે.

ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચીનના આવી 50થી વધુ એપ્સની ઓળખ કરી છે જે ભારતની આંતરિક સુરક્ષા માટે ખુબ ખતરનાક છે. સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ મુજબ આ એપ્સ દ્વારા દેશ અને સુરક્ષા સંબંધિત મહત્વનો ડેટા ભારત બહાર મોકલવામાં આવી રહ્યો છે. જે મોબાઈલ એપ્સને દેશની સુરક્ષા માટે જોખમ ગણવામાં આવી છે તેમાં Tik-Tok, Helo, UC Browser અને Zoom એપ સામેલ છે. આ ઉપરાંત મહિલાઓ માટે શોપિંગ એપ Shien અને Xiaomiને પણ સુરક્ષા કારણોસર ખુબ ખતરનાક ગણવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ મામલે એક એક્સપર્ટનું કહેવું છે કે TikTok, Helo, UC Browser અને Zoom ને તમે મનોરંજન માટે ઉપયોગમાં લો છો. પરંતુ આ બધી એપ્સ તમારા ફોનના લોકેશન્સ અને તમારા દ્વારા ઉપયોગમાં લેવાતી તમામ એપ્સ અને મહત્વની જાણકારીઓ ચૂપકેથી પોતાની પાસે સ્ટોર કરે છે. આવામાં જેટલી પણ ભારતીય એપનો ઉપયોગ તમે કરો છો તેની એક એક વાત આ કંપનીઓ પોતાની પાસે રાખે છે. જાણકારો માને છે કે ચીનની દરેક કંપનીએ પોતાનો ડેટા ચીની સરકાર સાથે શેર કરવો જરૂરી છે. ચીનની ગુપ્તચર એજન્સીઓ અને ચીની સેના આ ડેટાને લઈને દેશ પર હુમલો કરવાની રણનીતિ તૈયાર કરી શકે છે. અનેક કેસમાં એવું થયું પણ હશે પરંતુ ચીની સરકાર તેની અધિકૃત પુષ્ટિ ક્યારેય કરતી નથી.

પોપ્યુલર એપ્સ જેને ગુપ્તચર એજન્સીઓ માની સુરક્ષા કારણોસર જોખમી

ટિકટોક-(Tik – Tok)
હેલો (Helo)
યુસી બ્રાઉઝર (UC Browser)
યુસી ન્યૂઝ (UC News)
શેર ઈટ (Sharit)
લાઈકી (Likee)
360 સિક્યુરિટી (360 Security)
ન્યૂઝ ડોગ (NewsDog)
શિન (SHEIN)
વિગો વીડિયો (Vigo Video)
વી ચેટ (WeChat)
વીબો (Weibo)
વીબો લાઈવ (Vibo live)
ક્લબ ફેક્ટરી (Club Factory)