ગજબઃ ગાંધીજીએ ભેટમાં આપેલા ચશ્માની બ્રિટનમાં 2.55 કરોડમાં હરાજી

અટલ સમાચાર, ડેસ્ક અમેરિકાના એક કલેક્ટરે 2.6 લાખ પાઉન્ડ એટલે કે 2.25 કરોડ રૂપિયામાં ગાંધીજીના ચશ્મા ખરીદી લીધા છે. બ્રિટનમાં આ ચશ્માની ઑનલાઇન હરાજી કરવામાં આવી હતી. સોનાના વરખવાળા આ ચશ્મા વિશે કહેવામાં આવી છે કે ગાંધીજીએ આ ચશ્માને પહેર્યા હતા. દાવો કરવામાં આવી છે કે વર્ષ 1910થી 1920માં ગાંધીજીએ આ ચશ્માને એક વ્યક્તિને ભેટમાં
 
ગજબઃ ગાંધીજીએ ભેટમાં આપેલા ચશ્માની બ્રિટનમાં 2.55 કરોડમાં હરાજી

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકાના એક કલેક્ટરે 2.6 લાખ પાઉન્ડ એટલે કે 2.25 કરોડ રૂપિયામાં ગાંધીજીના ચશ્મા ખરીદી લીધા છે. બ્રિટનમાં આ ચશ્માની ઑનલાઇન હરાજી કરવામાં આવી હતી. સોનાના વરખવાળા આ ચશ્મા વિશે કહેવામાં આવી છે કે ગાંધીજીએ આ ચશ્માને પહેર્યા હતા. દાવો કરવામાં આવી છે કે વર્ષ 1910થી 1920માં ગાંધીજીએ આ ચશ્માને એક વ્યક્તિને ભેટમાં આપી દીધા હતા. ગાંધીજીની ચશ્માની હરાજી ઈસ્ટ બ્રિસ્ટલ ઑક્શન એજન્સી તરફથી કરવામાં આવી હતી.

 

દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડની એજન્સીએ જણાવ્યું કે અમને એ વાત જાણીને ખૂબ નવાઈ લાગી હતી કે આ ચશ્મા તેમની ડાકપેટીમાં એક કવરમાં મૂકવામાં આવ્યા હતા. આની પાછળ શાનદાર ઇતિહાસ હોઈ શકે છે. આ ચશ્મા આપનાર વ્યક્તિએ કહ્યુ હતુ કે જો આ કિંમતી ન હોય તો તેને નષ્ટ કરી દેજો. એજન્સીના કહેવા પ્રમાણે અમે જ્યારે તેના માલિકને ચશ્માની કિંમત વિશે જણાવ્યું તો તેની બોલતી બંધ થઈ ગઈ હતી. હરાજીમાંથી મળેલી રકમ આ વ્યક્તિ તેની દીકરીને આપશે.

ઇંગ્લેન્ડના એક અજાણ્યા વૃદ્ધ વ્યક્તિના પરિવાર પાસે આ ચશ્મા હતા. ચશ્મા વેચનાર વ્યક્તિને તેના પિતાએ જણાવ્યું હતું કે આ ચશ્મા તેના કાકાને મહાત્મા ગાંધીએ ભેટ સ્વરૂપે આપ્યા હતા. ત્યારે તેઓ 1910થી 1930 વચ્ચે દક્ષિણ આફ્રિકા ખાતે બ્રિટન પેટ્રોલિયમમાં કામ કરી રહ્યા હતા. બ્રિટનની પેઢી તરફથી કરવામાં આવેલી હરાજીમાં ભારતના વ્યક્તિઓએ પણ ભાગ લીધો હતો.

શુક્રવારે એજન્સી તરફથી ચશ્મા માટે ફોન બીડ લગાવવામાં આવી હતી. આ બીડ છ મિનિટ સુધી ચાલી હતી. હરાજી કરાવનાર એન્ડ્રૂ સ્ટ્રૉએ જણાવ્યું હતું કે, અમારા માટે આ એક રેકોર્ડ છે. અમને આશા હતી કે આ ચશ્માની 1.5 લાખ પાઉન્ડ સુધી કિંમત આવી શકે છે. “આ ચશ્મા આશરે 50 વર્ષ સુધી ટેબલના એક ખાનામાં પડી રહ્યા હતા. ચશ્માના માલિકે મને કહ્યું હતું કે જો આની કોઈ કિંમત ન ઉપજે તો તેને ફેંકી દેજો. હવે તેને આ જ ચશ્માની એટલી કિંમત મળી છે કે તેની જિંદગી બદલાઈ શકે છે.”