દેશઃ મફત રાશન ન આપનારને થશે સખત કાર્યવાહી, આ નંબર પર ફોન કરો

અટલ સમાચાર, ડેસ્ક પીએમ મોદીની અધ્યક્ષતા વાળી કેબિનેટ બેઠકમાં બુધવારે ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિસ્તાર માટે મંજૂરી આપવામાં આવી છે. આ વિષે જાણકારી આપતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણએ ટ્વિટ પણ કર્યું હતું. કેન્દ્ર સરકારે PMGKAY હેઠળ 81 કરોડથી વધુ લોકોને નવેમ્બર 2020 સુધી મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. સાથે જ આ યોજનામાં તે લોકોને
 
દેશઃ મફત રાશન ન આપનારને થશે સખત કાર્યવાહી, આ નંબર પર ફોન કરો

અટલ સમાચાર, ડેસ્ક

પીએમ મોદીની અધ્યક્ષતા વાળી કેબિનેટ બેઠકમાં બુધવારે ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિસ્તાર માટે મંજૂરી આપવામાં આવી છે. આ વિષે જાણકારી આપતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણએ ટ્વિટ પણ કર્યું હતું. કેન્દ્ર સરકારે PMGKAY હેઠળ 81 કરોડથી વધુ લોકોને નવેમ્બર 2020 સુધી મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. સાથે જ આ યોજનામાં તે લોકોને પણ અનાજ આપવામાં આવશે જેની પાસે રાશન કાર્ડ નથી. જે લોકો જોડે રાશન કાર્ડ નથી તે આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકે છે. આધાર્ડ કાર્ડ હોવું જરૂરી છે. આ યોજના હેઠળ ગુલાબી, પીળા અને ખાખી રાશન કાર્ડગ્રાહકોને 5 કિલો પ્રતિ સદસ્ય ધઉં કે ચાવલ અને 1 કિલો દાળ પ્રતિ પરિવાર ફ્રીમાં આપવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તેવામાં જો કોઇ કાર્ડગ્રાહકોને મફત અનાજ મેળવવામાં મુશ્કેલી થતી હોય તો તે આ અંગે જિલ્લા ખાદ્ય અને પૂર્તિ નિયંત્રક કાર્યાલય કે પછી રાજ્ય ઉપભોક્તા સહાયતા કેન્દ્રમાં ફરિયાદ કરી શકે છે. આ સિવાય સરકારે ટોલ ફ્રી નંબર 1800-180-2087, 1800-215-5512 અને 1967 દ્વારા કરી શકો છો. આ નંબરો પરથી દેશભરમાંથી ક્યાંકથી પણ તમે ફોન કરી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય કેટલીક રાજ્ય સરકારે પણ અલગથી હેલ્પલાઇન નંબર આપ્યા છે.

કેન્દ્રીય ખાદ્ય અને આપૂર્તિ મંત્રી રામવિલાસ પાસવાન મુજબ આ યોજના હેઠળ દેશનાં 81 કરોડથી વધુ NSFA લાભાર્થીઓને અલગથી પ્રતિ વ્યક્તિ 5 કિલો ઘઉં કે ચાવલ અને 1 કિલો દાળ મફત આપવામાં આવે છે. અત્યાર સુધી આ યોજના હેઠળ એપ્રિલમાં 93 ટકા, મેમાં 91 ટકા, જૂનમાં 71 ટકા લાભાર્થીઓને અનાજ આપવામાં આવ્યું છે. હજી સુધી દેશના અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 116 લાખ મીટ્રિક ટન અનાજ આ યોજના હેઠળ આપવામાં આવ્યું છે. મોદી સરકારે આ યોજનાને દીવાળી અને છઠ પૂજા સુધી વધારવાની વાત કરી છે. ગરીબ કલ્યાણ અન્ન યોજનાના આ વિસ્તારમાં કેન્દ્ર સરકાર 90 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચો કરશે.