દેશઃ ઇસરો દ્રારા સેટેલાઈટ જીસેટ-30નું સફળ લોન્ચિંગ

અટલ સમાચાર, ડેસ્ક ઈસરોના યૂઆર રાવ સેટેલાઈટ સેન્ટરના નિયામક પી કુન્હીકૃષ્ણને આ અવસરે કહ્યું કે, ‘2020ની શરૂઆત એક ભવ્ય લોન્ચિગ સાથે થઈ હતી. ઈસરોએ 2020નું મિશન કેલેન્ડર જીસેટ-30નું સફળ પ્રક્ષેપણ સાથે કર્યુ છે. ખાસ વાત એ છે કે જેને એરિયન 5 રોકેટથી લોન્ચ કરાયું, તેનો પહેલી વખત 2019માં ઉપયોગ કર્યો હતો, ત્યારે પણ રોકેટનો ઉપયોગ
 
દેશઃ ઇસરો દ્રારા સેટેલાઈટ જીસેટ-30નું સફળ લોન્ચિંગ

અટલ સમાચાર, ડેસ્ક

ઈસરોના યૂઆર રાવ સેટેલાઈટ સેન્ટરના નિયામક પી કુન્હીકૃષ્ણને આ અવસરે કહ્યું કે, ‘2020ની શરૂઆત એક ભવ્ય લોન્ચિગ સાથે થઈ હતી. ઈસરોએ 2020નું મિશન કેલેન્ડર જીસેટ-30નું સફળ પ્રક્ષેપણ સાથે કર્યુ છે. ખાસ વાત એ છે કે જેને એરિયન 5 રોકેટથી લોન્ચ કરાયું, તેનો પહેલી વખત 2019માં ઉપયોગ કર્યો હતો, ત્યારે પણ રોકેટનો ઉપયોગ ભારતીય સેટેલાઈટને લોન્ચ કરવા માટે થયો હતો’.

ઈસરોનો સંચાર ઉપગ્રહ જીસેટ-30 સફળતાપૂર્વક કક્ષામાં સ્થાપિત થઈ ગયું છે. જેને શુક્રવાર સવારે 2.35 વાગ્યે ફ્રેન્ચ ગુઆનાના કૌરુ ખાતે આવેલા સ્પેસ સેન્ટર યૂરોપિયન એરિયન 5-વીટી 252થી લોન્ચ કરાયો હતો. લોન્ચિંગની લગભગ 38 મિનિટ 25 સેકન્ડ બાદ સેટેલાઈટ કક્ષામાં સ્થાપિત થઈ ગયું હતું. 3357 કિલો વજન વાળો આ સેટેલાઈટ દેશની કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં પરિવર્તન લાવશે. ઈસરોના જણાવ્યા પ્રમાણે, 3357 કિલોનો વજન વાળો સેટેલાઈટ 15 વર્ષ સુધી કામ કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેના લોન્ચ થયા બાદ દેશની કોમ્યુનિકેશન વ્યવસ્થા વધુ મજબૂત બનશે. જેનાથી ઈન્ટરનેટની સ્પીડ વધશે. સાથે જ દેશમાં જ્યાં નેટવર્ક નથી, ત્યાં પણ હવે સિગ્નલ પકડાશે. આ ઉપરાંચ DTH સેવાઓમાં પણ પરિવર્તન આવશે. આ એક ટેલિકોમ સેટેલાઈટ છે.જે ઈનસેટ સેટેલાઈટની જગ્યાએ કામ કરશે. જેમાં બે સોલર પેનલ અને બેટરી લાગેલી છે, જેનાંથી તેને ઉર્જા મળશે.જુના કોમ્યુનિકેશન સેટેલાઈટ ઈનસેટનું સમયમર્યાદા પુરી થઈ ગઈ છે. દેશમાં ઈન્ટરનેટની નવી ટેકનીક આવી રહી છે. 5જી પર કામ ચાલી રહ્યું છે. એવામાં વધારે શક્તિશાળી સેટેલાઈટની જરૂર હતી. જીસેટ-30 ઉપગ્રહ આની જરૂરિયાતોને પુરી કરશે.