દેશઃ 10 દિવસની સારવાર બાદ આ રાજ્યમાં કોરોના વાયરસથી થયું પ્રથમ મોત

અટલ સમાચાર, ડેસ્ક અત્યાર સુધી મિઝોરમ કોરોનાથી એકપણ મોત ન થયું હોય તેવું દેશનું એકમાત્ર રાજ્ય હતું. 66 વર્ષીય પુરુષની છેલ્લા 10 દિવસથી ઝોરામ મેડિકલ કોલેજમાં સારવાર ચાલતી હતી. મિઝોરમમાં કોરોનાથી મોત થયાની જાણકારી સ્વાસ્થ્ય અધિકારીએ આપી હતી. મિઝોરમમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ 24 માર્ચના રોજ સામે આવ્યો હતો. નેધરલેન્ડના પ્રવાસેથી પરત ફરેલા 52 વર્ષીય
 
દેશઃ 10 દિવસની સારવાર બાદ આ રાજ્યમાં કોરોના વાયરસથી થયું પ્રથમ મોત

અટલ સમાચાર, ડેસ્ક

અત્યાર સુધી મિઝોરમ કોરોનાથી એકપણ મોત ન થયું હોય તેવું દેશનું એકમાત્ર રાજ્ય હતું. 66 વર્ષીય પુરુષની છેલ્લા 10 દિવસથી ઝોરામ મેડિકલ કોલેજમાં સારવાર ચાલતી હતી. મિઝોરમમાં કોરોનાથી મોત થયાની જાણકારી સ્વાસ્થ્ય અધિકારીએ આપી હતી.

મિઝોરમમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ 24 માર્ચના રોજ સામે આવ્યો હતો. નેધરલેન્ડના પ્રવાસેથી પરત ફરેલા 52 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઝોરામ મેડિકલ કોલેજમાં 45 દિવસની સઘન સારવાર બાદ તે કોરોના મુક્ત થયો હતો. મિઝોરમમાં અત્યાર સુધી 2607 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 80 લોકોને ચેપ લાગ્યો છે. જેમાંથી 27 વિદ્યાર્થી, 11 સેનાના જવા અને મિઝોરમ આર્મ્ડ પોલીસના એક કર્મી સામેલ છે. અધિકારીના જણાવ્યા મુજબ સેનાના જવાન અને એમએપી કર્મી અન્ય રાજ્યથી પરત ફર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરનાના વધતા સંક્રમણને જોતાં મિઝોરમની રાજધાની આઈઝોલના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મંગળવારે સવારે 4.30થી લઈ 3 નવેમ્બર સવારે 4.30 કલાક સુઝી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નિવેદન બહાર પાડીને જણાવાયું કે, આ નિર્ણય રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અને ગૃહ મંત્રી સાથે એક ઇમરજન્સી મીટિંગ કરીને લેવામાં આવ્યો હતો.