દેશ: ભગવાન બુદ્ધે જણાવેલા માર્ગ અનેક સમાજ-રાષ્ટ્રો માટે કલ્યાણકારી: PM મોદી

અટલ સમાચાર, ડેસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અષાઢ પૂર્ણિમા/ગુરૂ પુર્ણિમાના અવસર પર ભગવાન બુદ્ધના ઉપદેશ પર વિશેષ ભાર આપી વીડિયો સંદેશ દ્વારા યુવાઓને બુદ્ઘના વિચારોને અપનાવવાની વાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, આ સમયે વિશ્વ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. તમામ પડકારો અને તમામ મુશ્કેલીઓનો ઉકેલ ગૌતમ બુદ્ધના વિચારો સાથે આપી શકાય છે. અટલ
 
દેશ: ભગવાન બુદ્ધે જણાવેલા માર્ગ અનેક સમાજ-રાષ્ટ્રો માટે કલ્યાણકારી: PM મોદી

અટલ સમાચાર, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અષાઢ પૂર્ણિમા/ગુરૂ પુર્ણિમાના અવસર પર ભગવાન બુદ્ધના ઉપદેશ પર વિશેષ ભાર આપી વીડિયો સંદેશ દ્વારા યુવાઓને બુદ્ઘના વિચારોને અપનાવવાની વાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, આ સમયે વિશ્વ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. તમામ પડકારો અને તમામ મુશ્કેલીઓનો ઉકેલ ગૌતમ બુદ્ધના વિચારો સાથે આપી શકાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ આયોજન કરવામાં આવેલ ધર્મચક્ર કાર્યક્રમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનથી ધર્મચક્ર દિવસનું ઉદ્ધાટન કર્યું હતું. આજના દિવસે મહાત્મા બુદ્ધે પોતાના પાંચ શિષ્યોને પ્રથમ ઉપદેશ આપ્યો હતો. ધર્મચક્ર કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભગવાન બુદ્ધે જણાવેલા આઠ માર્ગ અનેક સમાજ અને રાષ્ટ્રો માટે કલ્યાણનો રસ્તો બતાવે છે. તે કરુણા અને દયાના મહત્વ પર જોર નાંખે છે. ભગવાન બુદ્ધની શિક્ષામાં વિચાર અને ક્રિયા બંનેમાં સરળતામાં માને છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બૌદ્ધ ધર્મ લોકોને આદર કરવાનું શીખવે છે. લોકોનો આદર કરો, ગરીબો, મહિલાઓનો આદર કરવો જોઇએ. શાંતિ અને અહિંસાનો આદર કરવો જોઇએ. આજેના સમયે બુદ્ધ દ્વારા આપેલી શીખ પણ પ્રાસંગિક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગૌતમ બુદ્ધે સારનાથમાં આપેલા પોતાના પહેલા ઉપદેશમાં અને પછી દિવસોમાં પણ બે વિષય પર વાત કરી હતી. આશા અને ઉદ્દેશ. તેમણે આ વચ્ચે એક મજબૂત લિંક જોઇ. કારણ કે આશાથી જ ઉદ્દેશ ઉત્પન્ન થાય છે. તેમણે કહ્યું કે આશા અને ઉદ્દેશની વચ્ચે ખૂબ મજબૂત કડી છે