દેશઃ 2-3 દિવસમાં રેલવે સ્ટેશન કાઉન્ટરથી ટિકિટ બુકિંગ કરાવી શકાશે

અટલ સમાચાર, ડેસ્ક રેલવે મંત્રી પીયૂષ ગોયલએ દેશભરના લોકોને એક મોટી રાહત આપી છે. આ ટ્રેનો માટે ગુરુવારથી બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન રેલ મંત્રીએ જણાવ્યું કે શુક્રવારથી ટ્રેન ટિકિટોનું બુકિંગ દેશભરમાં લગભગ 1.7 લાખ કૉમન સર્વિસ સેન્ટર પર શરૂ થશે. બીજી તરફ, આગામી એક-બે દિવસમાં કેટલાક પસંદગીના રેલવે સ્ટેશનો પર જઈને
 
દેશઃ 2-3 દિવસમાં રેલવે સ્ટેશન કાઉન્ટરથી ટિકિટ બુકિંગ કરાવી શકાશે

અટલ સમાચાર, ડેસ્ક

રેલવે મંત્રી પીયૂષ ગોયલએ દેશભરના લોકોને એક મોટી રાહત આપી છે. આ ટ્રેનો માટે ગુરુવારથી બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન રેલ મંત્રીએ જણાવ્યું કે શુક્રવારથી ટ્રેન ટિકિટોનું બુકિંગ દેશભરમાં લગભગ 1.7 લાખ કૉમન સર્વિસ સેન્ટર પર શરૂ થશે. બીજી તરફ, આગામી એક-બે દિવસમાં કેટલાક પસંદગીના રેલવે સ્ટેશનો પર જઈને મુસાફરો કાઉન્ટર પર રિઝર્વેશન કરાવી શકશે. આ સંબંધમાં પ્રોટોકોલ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેલવે મંત્રીએ જાણકારી આપી કે બપોરે 12 વાગ્યા સુધી વેબસાઇટ પર 73 ટ્રેનો બુકિંગ માટે ઉપલબ્ધ હતી. અત્યાર સુધી 149025 ટિકિટોનું બુકિંગ કરવામાં આવી ચૂક્યું છે. શ્રમિક સ્પેશલ ટ્રેનોનો ઉલ્લેખ કરતાં રેલ મંત્રીએ કહ્યું કે બુધવાર સુધી શ્રમિક સ્પેશલ ટ્રેનોથી લગભગ 5 લાખ પ્રવાસી શ્રમિકો પોતાના ગૃહ રાજ્ય પરત ફરી ચૂક્યા છે. તે અમારા માટે ઘણું પડકારભર્યું મિશન હતું. પરંતુ સરકાર તેમાં સફળ રહી. પીયૂષ ગોયલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર, ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી  ડૉ. હર્ષવર્ધન આ મિશનનું મોનિટરિંગ કરી રહ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગુરુવારે શરૂ થયેલી બુકિંગ હેઠળ આ ટ્રેનો માટે આપને જનરલ કોચ માટે પણ રિઝર્વેશન  કરાવવું પડશે. આ પહેલીવાર છે જ્યારે જનરલ કોચમાં પણ સીટ માટે બુકિંગ થઈ રહ્યું છે. RACને પણ તમામ ટ્રેનમાં મુસાફરી કરવાની તક મળશે. AC, SC, ચેર કાર અને જનરલ માટે બુકિંગ ઓનલાઇન જ થશે.