દેશઃ સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાની આજે 19મી વરસી, PM મોદીએ કહી આ વાત

અટલ સમાચાર, ડેસ્ક સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાની આજે 19મી વરસી છે. 13 ડિસેમ્બર, 2001ના રોજ આતંકવાદીઓએ દેશની સંસદ પર હુમલો કર્યો હતો. પાંચ બંદૂકધારીઓએ સંસદ પરિસર પર હુમલો કરીને ત્યાં અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. આજના દિવસને યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહેએ લોકોની વીરતા અને બલિદાનને યાદ કર્યા
 
દેશઃ સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાની આજે 19મી વરસી, PM મોદીએ કહી આ વાત

અટલ સમાચાર, ડેસ્ક

સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાની આજે 19મી વરસી છે. 13 ડિસેમ્બર, 2001ના રોજ આતંકવાદીઓએ દેશની સંસદ પર હુમલો કર્યો હતો. પાંચ બંદૂકધારીઓએ સંસદ પરિસર પર હુમલો કરીને ત્યાં અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. આજના દિવસને યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહેએ લોકોની વીરતા અને બલિદાનને યાદ કર્યા છે, જેઓએ સંસદની રક્ષા કરતાં પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, આપણે 2001માં આજના દિવસે પોતાની સંસદ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાને ક્યારેય નહીં ભૂલીએ. આપણે એ લોકોની વીરતા અને બલિદાનને યાદ કરીશું જેઓેઅ આપણી સંસદની રક્ષા કરીને પોતાના જીવ ગુમાવી દીધા. ભારત હંમેશા તેમનો આભારી રહેશે.

નોંધનીય છે કે, આ હુમલા દરમિયાન દિલ્હી પોલીસના પાંચ જવાન, કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના એક મહિલાકર્મી, સંસદ પરિસરમાં તૈનાત એક વોચ એન્ડ વાર્ડ કર્મચારી અને એક માળી શહીદ થયા હતા. બીજી તરફ સુરક્ષા દળોની વળતી કાર્યવાહીમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદી ઠાર મરાયા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વીર સપૂતોને યાદ કરતાં કહ્યું કે, 2001માં લોકતંત્રના મંદિર સંસદ ભવન પર થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં દુશ્મનો સામે ટકરાઈને પોતાનું સર્વોચ્ચ ન્યોછાવર કરનારા મા ભારતના વીર સપૂતોને કોટિ કોટિ નમન કરું છું. કૃતજ્ઞ રાષ્ટ્ર આપના અમર બલિદાનનું હંમેશા ઋણી રહેશે.