દેશઃ તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્ય તમોંશ ઘોષનું કોરોનાથી નિધન

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આ સાથે અનેક હસ્તીઓ પણ કોરોનાની ઝપેટમાં આવવા લાગી છે. કોરોનાના કારણે દેશમાં 2 ધારાસભ્યોના મોત થયા છે. કોરોના પોઝિટિવ આવેલા તૃણમૂલ કૉંગ્રેસના 60 વર્ષીય ધારાસભ્ય તમોંશ ઘોષનું નિધન થયું છે. ગયા મહિને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હૉસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી
 
દેશઃ તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્ય તમોંશ ઘોષનું કોરોનાથી નિધન

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આ સાથે અનેક હસ્તીઓ પણ કોરોનાની ઝપેટમાં આવવા  લાગી છે. કોરોનાના કારણે દેશમાં 2 ધારાસભ્યોના મોત થયા છે. કોરોના પોઝિટિવ આવેલા તૃણમૂલ કૉંગ્રેસના 60 વર્ષીય ધારાસભ્ય તમોંશ ઘોષનું નિધન થયું છે. ગયા મહિને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હૉસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ મામલે ટ્વીટ કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ લખ્યું છે કે, “ખૂબ જ દુઃખદ. ત્રણ વખત ધારાસભ્ય રહી ચુકેલા તમોંશ ઘોષ આજે આપણને છોડીને ચાલ્યા ગયા છે. તેઓ ફાલ્ટા બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે. વર્ષ 1998થી તેઓ પાર્ટીના ટ્રેજરર તરીકે કાર્યરત હતા. તેઓ છેલ્લા 35 વર્ષથી આપણી સાથે હતા. તેઓ હંમેશા પાર્ટી અને લોકોને વરેલા રહ્યા હતા. તેમણે સામાજિક કામ થકી મહત્ત્વનું યોગદાન આપ્યું છે.”

આ પહેલા તમિલનાડુના રાજકારણી તેમજ ડીએમકેના નેતા અને ધારાસભ્ય જે અંબાઝહગનનું કોરોનાની બીમારીને કારણે નિધન થયું હતું. કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે 2 જૂને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 3 જૂને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જે બાદમાં તેઓનું ચેન્નાઇ ખાતે નિધન થયું હતું.