દેશ: લોકડાઉનમાં જોડિયા બાળકનો જન્મ, નામ રાખ્યું ‘ક્વૉરન્ટીન’ અને ‘સેનિટાઇઝર’

અટલ સમાચાર,ડેસ્ક ઉત્તર પ્રદેશના મેરઠમાં કોરોના વાયરસને કારણે આપવામાં આવેલા લૉકડાઉન બાદ મળેલી થોડી છૂટછાટ બાદ જિંદગી ફરીથી પાટા પર ચડી રહી છે. આ દરમિયાન એક એવા સમાચાર આવ્યા છે જેના પરથી અંદાજ લગાવી શકાય કે લૉકડાઉન અને કોરોના વાયરસે લોકોની જિંદગી પર કેટલી ઊંડી છાપ છોડી છે. અહીં એક મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો
 
દેશ: લોકડાઉનમાં જોડિયા બાળકનો જન્મ, નામ રાખ્યું ‘ક્વૉરન્ટીન’ અને ‘સેનિટાઇઝર’

અટલ સમાચાર,ડેસ્ક

ઉત્તર પ્રદેશના મેરઠમાં કોરોના વાયરસને કારણે આપવામાં આવેલા લૉકડાઉન બાદ મળેલી થોડી છૂટછાટ બાદ જિંદગી ફરીથી પાટા પર ચડી રહી છે. આ દરમિયાન એક એવા સમાચાર આવ્યા છે જેના પરથી અંદાજ લગાવી શકાય કે લૉકડાઉન અને કોરોના વાયરસે લોકોની જિંદગી પર કેટલી ઊંડી છાપ છોડી છે. અહીં એક મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. પરિવારે બંને બાળકોના નામ ક્વોરન્ટીન (Quarantine) અને સેનિટાઇઝર (Sanitizer) રાખ્યા છે. આ કેસ મેરઠના મોદીપુરમ વિસ્તારના પબરસા ગામનો છે. અહીં રહેતા દંપતી વેણૂ અને ધર્મેન્દ્રના આ નિર્ણયની આખા ગામમાં ચર્ચા થઈ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ જોડિયા બાળકોનાં માતાપિતાનું કહેવું છે કે ક્વૉરન્ટીન અને સેનિટાઇઝર હવે આપણી જિંદગીનો મહત્ત્વનો હિસ્સો બની ગયા છે. આ બંને વસ્તુઓ આપણને સુરક્ષિત રાખે છે. સુરક્ષાનો આ અહેસાસ આખી જિંદગીભર રહે તે માટે બાળકોનાં નામ ‘ક્વૉરન્ટીન’ અને ‘સેનિટાઇઝર’ રાખ્યા છે. ‘ક્વૉરન્ટીન’ અને ‘સેનિટાઇઝર’ની માતા કહે છે કે ડિલિવરી સમયે તેમને ખૂબ મુશ્કેલી વેઠવી પડી હતી. તેમને દર જગ્યાએ કોવિડ ટેસ્ટ માટે કહેવામાં આવ્યું હતું. તેની સારવાર કરતી મહિલા ડૉક્ટરે કહી દીધું હતું કે જ્યાં સુધી કોવિડ 19નો ટેસ્ટ નહીં થાય ત્યાં સુધી તે તેણીને દાખલ નહીં કરે. જ્યારે કોઈ ડૉક્ટર ડિલિવરી કરવા માટે તૈયાર ન હતાં ત્યારે ડૉક્ટર પ્રતિમા તોમર તેમની વહારે આવ્યા હતા. તેણીએ કોવિડ તપાસ પણ કરાવી અને સુરક્ષિત ડિલિવરી પણ કરાવી હતી. કોરોનાની તપાસ અને સુરક્ષિત ડિલિવરી બાદ તેને ક્વૉરન્ટીન અને સેનિટાઇઝર બંને શબ્દો સુરક્ષાના પર્યાય લાગ્યા હતા. આથી તેણીએ તેના બંને બાળકોના નામ ‘ક્વૉરન્ટીન’ અને ‘સેનિટાઇઝ’ રાખી દીધા હતા.