દેશઃ કોરોનાની રસી પર કેન્દ્રીય મંત્રીએ કરી મોટી જાહેરાત, બધાને વિનામૂલ્યે મળશે

અટલ સમાચાર, ડેસ્ક કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીએ કહ્યું કે દેશના તમામ નાગરિકોને કોવિડ-19ની રસી વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રતાપ સારંગી બાલાસોરમાં એક ચૂંટણી સભા બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશના તમામ નાગરિકોને કોરોનાની રસી વિના મૂલ્યે આપશે. ભાજપ દ્વારા બિહારના લોકોને કોવિડ-19ની રસી વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવાની
 
દેશઃ કોરોનાની રસી પર કેન્દ્રીય મંત્રીએ કરી મોટી જાહેરાત, બધાને વિનામૂલ્યે મળશે

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીએ કહ્યું કે દેશના તમામ નાગરિકોને કોવિડ-19ની રસી વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રતાપ સારંગી બાલાસોરમાં એક ચૂંટણી સભા બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશના તમામ નાગરિકોને કોરોનાની રસી વિના મૂલ્યે આપશે. ભાજપ દ્વારા બિહારના લોકોને કોવિડ-19ની રસી વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવાની જાહેરાત બાદ વિપક્ષી દળોએ સત્તાધારી એનડીએ પર મહામારીનો રાજકીય લાભ ખાટવા ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કારણ કે બિહારમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચાલુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બાલાસોરમાં ત્રણ નવેમ્બરે થઈ રહેલી પેટાચૂંટણી માટે એક જનસભાને સંબોધ્યા બાદ સાંરગીએ પત્રકારોને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે તમામ લોકોને કોવિડ-19ની રસી વિના મૂલ્યે આપવામાં આવશે. પ્રત્યેક વ્યક્તિના રસીકરણ પર લગભગ 500 રૂપિયા ખર્ચ થશે. આ અગાઉ ઓડિશા સરકારમાં મંત્રી આરપી સ્વેને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપ સારંગી પર આકરા પ્રહારો કર્યા હતાં અને કોવિડ-19ની રસી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા અંગે જવાબ માંગ્યો હતો. ત્યારબાદ સારંગીએ આ દાવો કર્યો છે.