દેશઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની થયા કોરોના સંક્રમિત, ટ્વીટ કરીને જાણકારી આપી

અટલ સમાચાર, ડેસ્ક કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ મામલે સ્મૃતિ ઇરાનીએ પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરીને જાણકારી આપી છે. સ્મૃતિના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમણે તાજેતરમાં જ તેના સંપર્કમાં આવેલા લોકોને પણ પરીક્ષણ કરાવવાની અપીલ કરી છે. કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ
 
દેશઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની થયા કોરોના સંક્રમિત, ટ્વીટ કરીને જાણકારી આપી

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ મામલે સ્મૃતિ ઇરાનીએ પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરીને જાણકારી આપી છે. સ્મૃતિના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમણે તાજેતરમાં જ તેના સંપર્કમાં આવેલા લોકોને પણ પરીક્ષણ કરાવવાની અપીલ કરી છે. કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી તેવા સ્મૃતિ ઈરાનીએ પોતાને આઇસોલેટ કર્યા છે.

સ્મૃતિએ ટ્વિટ કરી લખ્યું કે- “આ જાહેરાત કરતી વખતે મારા માટે શબ્દો શોધવા મુશ્કેલ બની રહ્યા છે; તેથી અહીં હું તેને સરળ રીતે રાખી રહી છું – મારા કોવિડના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અને જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેમને વિનંતી કરીશ કે તે જલ્દીમાં જલ્દી પોતાનો ટેસ્ટ કરાવે.

નોંધનીય છે કે આ પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. તો બીજી તરફ તાજેતરમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે ગુજરાતમાં હાલ પેટાચૂંટણીનું રાજકારણ ગરમાયું છે. અને તેમાં ભાજપ તરફથી સ્ટાર પ્રચારક તરીકે પણ સ્મૃતિ ઇરાની ગુજરાત આવ્યા હતા. ભાજપના જ મંત્રીઓ જેમના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમની વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સહિત કેન્દ્ર સરકારના ઘણા મંત્રીઓ ત્યાર સુધીમાં કોરોનાની પકડમાં આવી ગયા છે.