દેશઃ મુકેશ અંબાણીના ઘરે ભૂલથી ગોળી છુટતા કોનું મોત થયું ?

અટલ સમાચાર, ડેસ્ક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં તૈનાત સીઆરપીએફ જવાનના હાથથી અજાણતા જ ટ્રિગર દબાઈ જતા તેનું મોત નિપજ્યું છે. ઓટોમેટિક રાઈફલથી અચાનક ગોળીબારી થઈ હતી. આ ઘટના બુધવારે સાંજે બની હતી. મરનાર 30 વર્ષના જવાન રામભાઈ બકોત્રા મૂળ ગુજરાતના રહેવાસી હતા અને મુંબઈના પેદ્દાર રોડ પર એન્ટીલિયાના ગેટ પર તૈનાત
 
દેશઃ મુકેશ અંબાણીના ઘરે ભૂલથી ગોળી છુટતા કોનું મોત થયું ?

અટલ સમાચાર, ડેસ્ક

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં તૈનાત સીઆરપીએફ જવાનના હાથથી અજાણતા જ ટ્રિગર દબાઈ જતા તેનું મોત નિપજ્યું છે. ઓટોમેટિક રાઈફલથી અચાનક ગોળીબારી થઈ હતી. આ ઘટના બુધવારે સાંજે બની હતી. મરનાર 30 વર્ષના જવાન રામભાઈ બકોત્રા મૂળ ગુજરાતના રહેવાસી હતા અને મુંબઈના પેદ્દાર રોડ પર એન્ટીલિયાના ગેટ પર તૈનાત હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટનાની તપાસ કરી રહેલ પોલીસ અધિકારીઓએ ગુરુવારે સાંજે જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમને લાગતુ હતું કે, જવાને આત્મહત્યા કરી છે. પરંતુ તપાસમાં માલૂમ પડ્યું કે, જ્યારે રામભાઈ પોતાની રાઈફલ કાઢી રહ્યા હતા, ત્યારે અજાણતા ઢાળ હોવાથી તેઓ ફસડી પડ્યા હતા અને ભૂલથી ટ્રિગર ખેંચાયુ હતુ. આ દરમિયાન ઓટોમેટિક રાઈફલથી બે વાર ફાયરિંગ થયું હતું અને ગોળી રામભાઈના પેટમાં ખૂંપી હતી.

 

દેશઃ મુકેશ અંબાણીના ઘરે ભૂલથી ગોળી છુટતા કોનું મોત થયું ?

મુંબઈ પોલીસમાં તૈનાત ઝોન-2ના ડીસીપી રાજીવ જૈને કહ્યું કે, અમે એન્ટીલિયાના સીસીટીવી ચકાસ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે, રાઈફલની બેલ્ટ કાઢતા સમયે જવાન પડી ગયા હતા અને ટ્રિગર દબાયું હતું. તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. એન્ટીલિયામાં તૈનાત સીઆરપીએફ અને અન્ય અધિકારીઓએ ઘાયલ બકોત્રાને હરકિશનદાસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ગુરુવારે બપોરે તેઓએ દમ તોડ્યો હતો. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેજે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેના બાદ ગુરુવારે સાંજે તેમના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપાયો હતો. તબીબોએ જણાવ્યું હતું કે, એક ગોળી તેમના પેટમાં ઘૂસી ગઈ હતી, અને પાછળથી નીકળી ગઈ હતી.

Z + સુરક્ષા ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા છે, જેમાં કુલ 36 સુરક્ષા કર્મીઓ હોય છે. તેમાં 10 એનએસજીના કમાન્ડોઝ હોય છે. પહેલા ગ્રૂપની જવાબદારી તેઓની હોય છે. તેના બાદ બીજા ગ્રૂપમાં એસપીજી અધિકારી હોય છે. ત્રીજા સ્તર પર આઈટીબીપી અને સીઆરપીએફના જવાનો સુરક્ષાની જવાબદારી સંભાળે છે. સીઆરપીએફ પાસે લગભગ 52 વીવીઆઈપીની સુરક્ષા છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રિલાયન્સના મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી સામેલ છે.