કડાકોઃ સતત 11મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો આજનો રેટ

અટલ સમાચાર, ડેસ્ક લોકડાઉન બાદ સામાન્ય લોકોને પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં નરમાઇ છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ રાહત નથી. બુધવારે ઓઇલ માર્કેટિંગ કંપની (HPCL, BPCL, IOC)એ સતત 11મા દિવસે પણ ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલની કિંમતો 0.55 રૂપિયાનો વધારો થયો છે, જ્યાર ડીઝલના ભાવમાં 0.69 રૂપિયાનો વધારો
 
કડાકોઃ સતત 11મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો આજનો રેટ

અટલ સમાચાર, ડેસ્ક

લોકડાઉન બાદ સામાન્ય લોકોને પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં નરમાઇ છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ રાહત નથી. બુધવારે ઓઇલ માર્કેટિંગ કંપની (HPCL, BPCL, IOC)એ સતત 11મા દિવસે પણ ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલની કિંમતો 0.55 રૂપિયાનો વધારો થયો છે, જ્યાર ડીઝલના ભાવમાં 0.69 રૂપિયાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 77.28 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. ડીઝલના ભાવ માં પણ વધારો કરવામાં આવ્યો છે. ડીઝલના ભાવ 75.79 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુંબઇમાં પેટ્રોલ 84.15 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 73.69 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. તો બીજી તરફ ચેન્નઇમાં લોકોએ એક લીટર પેટ્રોલ માટે 80.86 અને ડીઝલ માટે 73.69 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે કલકત્તામાં પેટ્રોલની કિંમત 79.08 અને ડીઝલની કિંમત 71.38 રૂપિયા પહોંચી ગઇ છે.

મંગળવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ હવાઇ ઇંધણ (ATF)ના ભાવમાં 16.3 ટકાનો વધારો કર્યો છે. દિલ્હીમાં એટીએફ (Aviation Turbine Fuel)ની 16 જૂનથી નવી કિંમત 39,069.87 રૂપિયા પ્રતિ કિલો લીટર હશે. આ પ્રકારે એટીએફના રેટ કલકત્તામાં 44,024.10 રૂપિયા પ્રતિ કિલો લીટર, મુંબઇમાં 38,565.06 રૂપિયા પ્રતિ કિલો લીટર અને ચેન્નઇમાં 40,239.63 રૂપિયા પ્રતિ કિલો લીટર થઇ ગયા છે.