ક્રાઇમ@અમદાવાદ: ફેક્ટરીમાંથી પાન મસાલાના ડુપ્લિકેટ જથ્થાં સાથે 2 ઇસમો ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે અમદાવાદમાંથી નકલી ગુટખાં બનાવતું કારખાનું ઝડપાયું છે. આરોપીઓ કોઇપણ આધારા પુરાવા વગર વિમલ પાન મસાલાની ડુપ્લીકેટ પ્રોડક્ટ વેચાણ કરતાં હતા. જેને લઇ પોલીસે બાપુનગરમાં એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રેઇડ કરી અંદાજે 8 લાખની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે સ્થળ પરથી બે ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ
 
ક્રાઇમ@અમદાવાદ: ફેક્ટરીમાંથી પાન મસાલાના ડુપ્લિકેટ જથ્થાં સાથે 2 ઇસમો ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે અમદાવાદમાંથી નકલી ગુટખાં બનાવતું કારખાનું ઝડપાયું છે. આરોપીઓ કોઇપણ આધારા પુરાવા વગર વિમલ પાન મસાલાની ડુપ્લીકેટ પ્રોડક્ટ વેચાણ કરતાં હતા. જેને લઇ પોલીસે બાપુનગરમાં એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રેઇડ કરી અંદાજે 8 લાખની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે સ્થળ પરથી બે ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદની બાપુનગર પોલીસે નકલી ગુટખાં બનાવતું કારખાનું ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. બાપુનગર બત્રીસપુરાની ચાલી પાસે રંગશાળા કંપાઉન્ડમાં આવેલા સંતોષ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બાતમીનાં આધારે પોલીસે રેઇડ કરી હતી. જ્યાં વિમલ પાન મસાલાનો ડુપ્લિકેટ જથ્થા સહિત અંદાજે 8 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે પોલીસે ગોમતીપુરનાં શબ્બીર શેખ તેમજ સરસપુર રહેતાં જીલાની જીલુરહેમાન શેખને ઝડપી લીધા હતા.

ક્રાઇમ@અમદાવાદ: ફેક્ટરીમાંથી પાન મસાલાના ડુપ્લિકેટ જથ્થાં સાથે 2 ઇસમો ઝડપાયાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપીઓ કોઈપણ આધાર પુરાવા વિનાં વિમલ પાન મસાલા ડુપ્લીકેટ બનાવી ઓરીજીનલ તરીકે વેચાણ કરતા હતા. બાપુનગર પોલીસે પેકિંગ મશીન, સહિત ગુટખા બનાવવાનો સામાન કબ્જે કરી કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સાથે આરોપીઓ કેટલા સમયથી આ કારખાનું ચલાવતા હતા તે મામલે વધુ તપાસ હાથ ધરી છે.