ક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં 10 વર્ષની સગીરા દૂધ લેવા ગઈ ત્યારે હેવાન પાડોશીએ સગીરાને બિસ્કિટની લાલચ આપીને ઘરે લઈ ગયો હતો. ત્યાં ખાટલામાં સુવાડી તેને ચુંબનો કર્યા હતા. આસપાસના લોકો દોડી આવતા જ આરોપી નાસી છૂટ્યો હતો. સગીરા પાડોશીના આ વર્તનથી ગભરાઈ ગઈ અને ત્યાંથી નાસી છૂટી હતી. બાદમાં રડતા રડતા સગીરા ઘરે
 
ક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં 10 વર્ષની સગીરા દૂધ લેવા ગઈ ત્યારે હેવાન પાડોશીએ સગીરાને બિસ્કિટની લાલચ આપીને ઘરે લઈ ગયો હતો. ત્યાં ખાટલામાં સુવાડી તેને ચુંબનો કર્યા હતા. આસપાસના લોકો દોડી આવતા જ આરોપી નાસી છૂટ્યો હતો. સગીરા પાડોશીના આ વર્તનથી ગભરાઈ ગઈ અને ત્યાંથી નાસી છૂટી હતી. બાદમાં રડતા રડતા સગીરા ઘરે પહોંચી અને તેની માતાને આ ઘટનાની જાણ કરી હતી. સગીરાની માતા એ તેમના પતિ અને અન્ય પરિવારજનો ને જાણ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના રાયપુર દરવાજા પાસે એક ચાલીમાં 30 વર્ષીય મહિલા રહે છે. તેના પરિવારમાં બે દીકરી એક દીકરો અને પતિ તથા સાસુ છે. તેમની 10 વર્ષની એક પુત્રી ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આજે સવારે આ મહિલાએ તેની 10 વર્ષની પુત્રીને ઘર નજીક દૂધ લેવા મોકલી હતી. તે દૂધ લેવા ગઈ હતી. બાદમાં દૂધ લઈને પરત આવતી હતી ત્યારે તેને રસ્તામાં ત્યાં જ રહેતો ઉમેશ મળ્યો હતો. આ ઉમેશે સગીરાને બિસ્કિટ અપાવવાની લાલચ આપી તેના ઘરે લઈ ગયો હતો. ઘરે લઈ ગયા બાદ આ સગીરાને તેને ખાટલામાં સુવાડી અને બાદમાં તેને ચુંબન કરવા લાગ્યો હતો.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ઘટનાને લઇ આસપાસના લોકો ઉમેશના ઘરે પહોંચ્યા તો તે ઘર બંધ કરીને ફરાર થઈ ગયો હતો. આખરે આ મામલે કાગડાપીઠ પોલીસને જાણ કરતા પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો એકટ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.