ક્રાઇમ@અમદાવાદ: કોરોના દર્દીનાં મોબાઈલની ચોરી કરતો આરોપી ઝડપાયો

અટલ સમાચાર,ડેસ્ક દેશમાં કોરોના મહામારી છે અને લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે. આ જંગ જીતવા તમામ પ્રયાસો કરી રહ્યાં છે પરંતુ આવા સમયે માનવતાને બાજુમાં મૂકી પોતાના આર્થિક ફાયદા માટે ચોરી કરતા લોકો ઝડપાઇ રહ્યાં છે. શાહીબાગમાં એક ફરિયાદ દાખલ થઈ હતી અને જેમાં કોરોનાની સારવાર લઈ રહેલા એક વ્યક્તિનો મોબાઈલ ચોરી થયો હતો.
 
ક્રાઇમ@અમદાવાદ: કોરોના દર્દીનાં મોબાઈલની ચોરી કરતો આરોપી ઝડપાયો

અટલ સમાચાર,ડેસ્ક

દેશમાં કોરોના મહામારી છે અને લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે. આ જંગ જીતવા તમામ પ્રયાસો કરી રહ્યાં છે પરંતુ આવા સમયે માનવતાને બાજુમાં મૂકી પોતાના આર્થિક ફાયદા માટે ચોરી કરતા લોકો ઝડપાઇ રહ્યાં છે. શાહીબાગમાં એક ફરિયાદ દાખલ થઈ હતી અને જેમાં કોરોનાની સારવાર લઈ રહેલા એક વ્યક્તિનો મોબાઈલ ચોરી થયો હતો. આ મામલે ફરિયાદના આધારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે જયંતી વણઝારા નામનો આરોપી જે શહેર કોટડા વિસ્તારમાં રહે છે અને સિવિલમાં આવેલી કિડની હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે. જયંતીએ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીનો મોબાઈલ ચોરી કર્યો હતો, પોલીસે તેની પાસેથી મોબાઇલ પણ કબજે કર્યો છે. પોલીસનું કેહવું છે કે આરોપી રાજદીપ કોન્ટ્રાકટમાં છેલ્લા દોઢ મહિનાથી સફાઈ કામદાર તરીકે કામ કરે છે. આરોપીની ધરપકડ બાદ હાલ પોલીસે એ વાતની તપાસ કરી રહી છે કે આ સિવાય અન્ય કોઈ દર્દીના મોબાઇલ તફડાવ્યા છે કે નહીં.

મહત્ત્વનું છે કે ત્રણ-ચાર દિવસ પહેલા આ જ કંપનીમાં કામ કરતો અન્ય એક વ્યક્તિ મોબાઈલ ચોરીમાં ઝડપાયો હતો. તેણે પણ કોરોનાનાં દર્દીનો મોબાઇલ ચોર્યો હતો. થોડા દિવસો પહેલા શાહીબાગ પોલીસે પણ બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓએ પણ કોરોનાને કારણે મૃત પામેલા દર્દીઓના દાગીનાની ચોરી કરી હતી.