ક્રાઈમ@અમદાવાદ: પોલીસની હાજરીમાં તલવારથી કેક કાપી, 5 આરોપીની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી પોલીસની હાજરીમાં તલવારથી કેક કાપતો વિડિયો વાયરલ થયો છે. સોશીયલ મીડીયામાં આ વિડિયો વાયરલ થતાં પોલીસ ઉપર માંછલા ધોવાયા હતા. જેથી ના છુટકે પોલીસે આ મામલે કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ વિડિયોમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેમાં 10 જેટલા લોકો હાજર છે. છતાં પણ
 
ક્રાઈમ@અમદાવાદ: પોલીસની હાજરીમાં તલવારથી કેક કાપી, 5 આરોપીની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી પોલીસની હાજરીમાં તલવારથી કેક કાપતો વિડિયો વાયરલ થયો છે. સોશીયલ મીડીયામાં આ વિડિયો વાયરલ થતાં પોલીસ ઉપર માંછલા ધોવાયા હતા. જેથી ના છુટકે પોલીસે આ મામલે કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ વિડિયોમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેમાં  10 જેટલા લોકો હાજર છે. છતાં પણ માત્ર 5 લોકોની જ ધરપકડ કરાઈ હતી. જેથી પોલીસની કાર્યવાહી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોશીયલ મીડીયામાં પોલીસની હાજરીમાં તલવારથી કેક કાપતો વિડિયો વાયરલ થતાં ખુબ ચર્ચા થઈ હતી. જેથી પોલીસે ગુનો દાખલ કરી 5 લોકોની ધરપકડ કરી હતી. પોલીસની આ કાર્યવાહી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. જેમા 10 લોકો હાજર હોવા છતા માત્ર 5 લોકોની જ ધરપકડ કેમ કરવામાં આવી છે એવા સવાલો ઉઠી રહ્યા છે. વસ્ત્રાલના એક ફાર્મ હાઉસમાં મોડી રાત્રે કરફ્યૂનો ભંગ કરી જન્મ દિવસની ઉજવણી  કરવામાં આવી હતી. પોલીસે માધવ ફાર્મ પાછળ આવેલા નારાયણી બંગલોઝમાં રહેતા વિશાલ ઉર્ફે મોન્ટુ પંડ્યા સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે. પોલીસે ગુનો નોંધી વિશાલ ઉર્ફે મોંટુ પંડ્યા, બ્રિજેશ મહેતા, આશિષ દેસાઈ, વિપુલ દેસાઈ અને રાજન રબારીની ધરપકડ કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વીડિયોમાં દેખાતા શખ્સ વિશાલ પંડ્યા અને પોલીસ સ્ટેશનના કર્મીઓએ સાથે ફોટો પડાવ્યો હતો છતાં રામોલ પોલીસે ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના એક જાહેરનામાં પ્રમાણે તલવાર જેવા તીક્ષ્ણ હથીયારો જાહેરમાં પ્રદર્શીત કરવા ઉપર પ્રતિબંધ છે. ત્યારે પોલીસ માત્ર 5 આરોપીની જ ધરપકડ કરી બાકીના આરોપીને બચાવવાનો પ્રયાસ કરી રહી હોય તેવા આરોપો લાગી રહ્યા છે.