ક્રાઇમ@અમદાવાદઃ લગ્નના 10 મહિનામાં પુત્રવધૂએ સળિયો મારી સાસુની હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. શહેરનાં સોલા વિસ્તારમાં મંગળવારની રાતે ખૂની ખેલ ખેલાયો હતો. સોલા વિસ્તારમાં આવેલા રોયલ હોમ્સમાં એક પુત્રવધૂએ ઝઘડાથી કંટાળીને તેની સાસુની જ કરપીણ હત્યા કરી દીધી છે. ઘરમાં પુત્રવધુએ સાસુનાં માથામાં લોખંડનો સળિયો મારીને ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને સગેવગે કરવા માટે તેને સવગાવી હતી.
 
ક્રાઇમ@અમદાવાદઃ લગ્નના 10 મહિનામાં પુત્રવધૂએ સળિયો મારી સાસુની હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. શહેરનાં સોલા વિસ્તારમાં મંગળવારની રાતે ખૂની ખેલ ખેલાયો હતો. સોલા વિસ્તારમાં આવેલા રોયલ હોમ્સમાં એક પુત્રવધૂએ ઝઘડાથી કંટાળીને તેની સાસુની જ કરપીણ હત્યા કરી દીધી છે. ઘરમાં પુત્રવધુએ સાસુનાં માથામાં લોખંડનો સળિયો મારીને ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને સગેવગે કરવા માટે તેને સવગાવી હતી. આ પુત્રવધૂ નીકિતા અગ્રવાલની પોલીસે ધરપકડ કરી લીધી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, પુત્રવધૂનાં લગ્નને 10 મહિના થયા હતા. જે બાદ આ સાસુ અને વહુ અવારનવાર ઝઘડતા હતા. જેમાં મંગળવારે રાતે ઝઘડો ઉગ્ર બનાત વહુએ સાસુની હત્યા કરી નાંખી હતી. સોલા વિસ્તારમાં આવેલા રોયલ હોમ્સનાં 103 નંબરનાં ઘરમાં ખૂની ખેલ ખેલાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ અંગે પોલીસને જાણ થતા તે તાત્કાલિક ત્યાં દોડી ગઇ હતી. પોલીસે ઘર ખોલ્યું તો ઘરના પ્રવેશદ્વાર પાસે જ લોહી જ લોહી હતુ અને દિવાલો પર પણ લોહીનાં છાંટા પડ્યા હતા. સાસુનો મૃતદેહ પણ વિકૃત હાલતમાં પડ્યો હતો. આ બાદ પોલીસે થોડા જ કલાકોમાં પુત્રવધૂ નિકીતા અગ્રવાલને ઝડપી પાડી હતી. તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલ નીકિતાની પૂછપરછ કરી રહી છે.