ક્રાઇમ@અમદાવાદ: પ્રેમી યુવકે પરિણીત યુવતીને છરીના ઘા ઝીંક્યા, અંતે ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અમદાવાદામાં એક યુવતીએ બીજા યુવક સાથે લગ્ન કરી લેતાં યુવકે એક વર્ષ બાદ તેનો બદલો લીધો હતો અને યુવતી પર છરીથી જીવલેણ હુમલો કરી દીધો હતો. યુવકે યુવતીને છરીને અનેક ઘા મારી દીધા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. જ્યારે યુવતીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં
 
ક્રાઇમ@અમદાવાદ: પ્રેમી યુવકે પરિણીત યુવતીને છરીના ઘા ઝીંક્યા, અંતે ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદામાં એક યુવતીએ બીજા યુવક સાથે લગ્ન કરી લેતાં યુવકે એક વર્ષ બાદ તેનો બદલો લીધો હતો અને યુવતી પર છરીથી જીવલેણ હુમલો કરી દીધો હતો. યુવકે યુવતીને છરીને અનેક ઘા મારી દીધા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. જ્યારે યુવતીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના વટવા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ પોલીસ ફરિયાદ આપી છે કે, બે મહિનાથી તેણી ડિલિવરી માટે તેના પિયર દુર્ગાનગરમાં આવી છે. 15 દિવસ પહેલા તેણીએ બાળકીને જન્મ આપ્યો છે. ફરિયાદી યુવતીના લગ્નના એકાદ વર્ષ પહેલા તેના ઘરની નજીકમાં રહેતો મુકેશ રાઠોડ તેણીને અવારનવાર લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. જોકે, યુવતીના માતાપિતાએ યુવતીના લગ્ન બીજા યુવક સાથે કરાવી દીધા હતા. બુધવારે યુવતી અને તેનો ભાઈ ઘરે હતા ત્યારે આરોપી મુકેશ ત્યાં આવ્યો હતો અને યુવતીને કહેવા લાગ્યો હતો કે, તે મારી સાથે લગ્ન નથી કર્યા, તું મારી નથી થઈ તો તને કોઈની નહીં થવા દઉં.

આમ કહીને યુવકે યુવતીને ગળાના ભાગે છરીના ત્રણ ઘા મારી દીધા હતા. યુવક કહેવા લાગ્યો હતો કે, તને તો જાનથી મારી નાખીશ, મારી નાખવા માટે જ આવ્યો છું. જોકે, યુવતીએ બચાવ માટે હાથ વચ્ચે લાવતા હાથ પર પણ છરી વાગી હતી. યુવતી અને તેના ભાઈએ બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોને જાણ થતાં બધા એકઠા થઇ ગયા હતા અને યુવતીને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.